તમારા ખિસ્સામાં રહેલો સિક્કો ક્યાં બન્યો છે? મેળવો આ રીતે તેનો જવાબ  

  • September 18, 2024 03:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ સારું જીવન જીવવા માટે ખિસ્સામાં પૈસા હોવા સૌથી જરૂરી છે. કોઈપણ મનુષ્યની મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. પરંતુ તમામ પાયાની વસ્તુઓ મેળવવા માટે પૈસા હોવા સૌથી જરૂરી છે. વિશ્વના તમામ દેશોમાં ચલણ(કરન્સી)નું સ્વરૂપ અલગ-અલગ છે. જેમ ભારતમાં રૂપિયો છે તેમ અમેરિકામાં ડૉલર છે. એ જ રીતે  વિવિધ દેશોમાં કરન્સી અલગ છે પરંતુ બધામાં સામાન્ય વાત એ છે કે કોઈપણ વસ્તુ ખરીદવા માટે પૈસા હોવા જરૂરી છે.


જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે પૈસા હોવા સૌથી જરૂરી છે. પૈસા વિના જીવનની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ છે. ભારતીય ચલણ તરીકે રૂપિયાનો ઉપયોગ થાય છે. રૂપિયાના સંદર્ભમાં ભારતમાં સિક્કા અને નોટો પણ પ્રચલિત છે. કેટલાક રૂપિયાના સિક્કા બજારમાં સરળતાથી મળી જાય છે. પરંતુ શું જાણો છો કે સિક્કો કેવી રીતે બને છે અને સિક્કો ક્યાં બને છે અને તેની ઓળખ કેવી રીતે થાય છે.


સિક્કાની ઓળખ


તમામ ભારતીય સિક્કા ટંકશાળમાં બને છે. ટંકશાળ એક સરકારી ફેક્ટરી છે, જ્યાં સરકારના આદેશ પર અને બજારની માંગને ધ્યાનમાં રાખીને સિક્કા બનાવવામાં આવે છે. સમગ્ર ભારતમાં કુલ 4 ટંકશાળ છે, જે નોઈડા, મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતામાં આવેલી છે. દરેક ટંકશાળમાં બનેલા સિક્કા પોતાની આગવી ઓળખ ધરાવે છે. આ સિક્કાઓ પર બનાવેલ ખાસ નિશાન જોઈને સરળતાથી જાણી શકાય છે કે આ સિક્કા ભારતના કયા ટંકશાળમાં બનાવવામાં આવ્યા હશે.


કયો સિક્કો કયા શહેરમાં બન્યો?


દરેક સિક્કાની નીચે વર્ષ લખેલું એક ખાસ પ્રકારનું નિશાન હોય છે, જેને જોઈને જાણી શકો છો કે તે સિક્કો ક્યાં બન્યો હતો. જે સિક્કા પર ડોટ સિમ્બોલ છે તે નોઈડાની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે. એ જ રીતે, જે સિક્કાની નીચે ડાયમંડ આકાર હોય છે તે મુંબઈની ટંકશાળમાં બનેલો છે. તેવી જ રીતે જો સિક્કાઓ પર સ્ટાર આકાર જુઓ, તો તે સિક્કો હૈદરાબાદની ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે. હવે જો સિક્કા પર કોઈ નિશાન કે આકાર ન દેખાય તો સમજી લેવું કે તે સિક્કો કોલકાતાની ટંકશાળમાં બન્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News