રાજકોટ શહેર કે જેમાં કલેકટર તત્રં હેઠળની તેમજ જીલ્લ ામાં પણ જયાં ફાજલ જમીનો પડી હોય તે જમીનો કયાં અને કેટલી છે તેની વિગતવાર માહિતી કલેકટર દ્રારા સંબંધીત અધિકારીઓ દ્રારા મંગાવાઈ હોવાનું જાણવા મળે છે.રાજકોટ જીલ્લા સમાહર્તા વિભાગના સંબંધીત વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ કલેકટર પ્રભવ જોષી દ્રારા તમામ પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને એક લેખીત સુચી મોકલાઈ છે.રાજકોટ જીલ્લામાં કલેકટર તત્રં હસ્તકતની સરકારી જમીનો, ટોચ મર્યાદા ધારા અંતર્ગત ફાજલ થયેલી જમીનો બાબતેનો રીપોર્ટ મંગાવાયો છે. રાજકોટ શહેરમાં ઉપરાંત જીલ્લ ાના તમામ તાલુકાઓમાં કયાં અને કેટલી ફાજલ જમીનો આવેલી છે ? જમીનોની વર્તમાન સ્થિતિ શું છે ? તે સહિતની બાબતો સંબંધી વિગતો માગી હોવાનું જાણવા મળે છે.કલેકટર દ્રારા આવેલી સુચીને લઈને પ્રાંત અધિકારીઓ, મામલતદારોએ તેમના કચેરીના રેવન્યુને લગતી વિગતો સંભાળતા અધિકારીઓ, કર્મચારીઓ, તલાટીઓ પાસેથી આવી ફાજલ જમીનોની વિગતો એકત્રીત કરવા માટે સુચનાઓ આપી છે અને આવી જમીનો સંબંધેનો રીપોર્ટ કલેકટર સમક્ષ કરાશે. ગાંધીનગરથી જીલ્લ ાવાઈઝ ફાજલ જમીનો સંદર્ભેની વિગતો મંગાવાઈ હશે કે લોકલ લેવલે ફાજલ જમીનોનો ડેટા કે સંપુર્ણ માહિતી માટે કલેકટરે સ્થાનીક સ્તરે આવી વિગતો એકત્રીત કરવા કવાયત કરી છે તેના પર જાણકારોમાં અલગ અલગ ચર્ચા પ્રશ્નો ઉદભવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech