અનંત રાધિકા જ્યાં 7 ફેરા લેશે તેનું પ્રારંભિક પેકેજ 15 લાખથી તો શરુ થાય

  • June 03, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




વિશ્વની સૌથી મોટી લિફ્ટ ધરાવતા જીઓ વર્લ્ડ સેન્ટરમાં યોજાશે લગ્ન



અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ વર્ષનો દેશનો સૌથી મોટો લગ્ન પ્રસંગ બનવા જઈ રહ્યો છે. બંનેના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે, તેમના લગ્નનું સ્થળ પણ જાણવા મળ્યું છે. બન્ને જ્યાં ફેર લેશે તે જીઓ વર્લ્ડ સેન્ટરનું ભાડું 15 લાખ પ્રતિદિન થી તો શરુ થાય છે. બૉલરૂમથી લઈને વર્લ્ડ ગાર્ડનની સુવિધા તેની સાથેના જમવાના પૅકેજ બધાના દર અલગ-અલગ છે.



એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની તારીખ રાધિકા મર્ચન્ટ સાથે જાહેર કરવામાં આવી છે. આ સાથે તેમના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે અને તેમના લગ્નનું સ્થળ પણ જાહેર કરવામાં આવ્યું છે અત્યારે તેઓ બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની મજા માણી રહ્યા છે.



અનંત અને રાધિકાના લગ્નનું સ્થળ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં ‘જિયો વર્લ્ડ સેન્ટર’ છે. અહીં 12મી જુલાઈના રોજ 7 ફેરા લઈને બંને પતિ-પત્ની તરીકે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. હાલમાં બંને યુરોપમાં તેમના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનની મજા માણી રહ્યા છે. જિયો વર્લ્ડ સેન્ટર એ રિલાયન્સ ગ્રુપની કમર્સિયલ પ્રોપર્ટી છે. જેમાં જિયો કન્વેન્શન સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા, જિયો વર્લ્ડ ગાર્ડન, લોટસ બોલ રૂમ અને નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર જેવા અન્ય ઘણા સ્થળોનો સમાવેશ થાય છે.



લક્ઝરીનું બીજું નામ છે ‘જિયો વર્લ્ડ સેન્ટર’
મુંબઈનું ‘જીઓ વર્લ્ડ સેન્ટર’ સ્થળ વાસ્તવમાં લક્ઝરીનું બીજું નામ છે. આ સ્થળ પર માત્ર લગ્નો જ નહીં, પરંતુ ઈન્ટરનેશનલ એગ્ઝીબિશન, ઈન્ટરનેશનલ કોન્ફેન્સ, પ્રોડક્ટ લોન્ચ અને નાના કાર્યક્રમોનું પણ આયોજન કરી શકાય છે. લોટસ બોલરૂમ નામનો એક પાર્ટી હોલ છે, જેની ક્ષમતા 1000 થી 3200 મહેમાનોની છે, જ્યારે જીઓ વર્લ્ડ ગાર્ડન જેવા લગ્ન અને કોન્સર્ટ સ્થળ છે, જ્યાં એક સમયે 9000 મહેમાનો અને 2000 કાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરી શકાય છે. આ સમગ્ર સ્થળે 16,000 થી વધુ મહેમાનો સાથેના કાર્યક્રમો અને 5,000 થી વધુ કાર માટે પાર્કિંગની વ્યવસ્થા કરી શકાય છે.



વિશ્વની સૌથી મોટી લિફ્ટ પણ અહીંયા છે
હવે જો આ સ્થળની લક્ઝરીની વાત કરીએ તો અહીં તમને લગ્ન સંબંધિત દરેક જરૂરિયાતની વ્યવસ્થા મળશે. આમાં એક રસોડું શામેલ છે જે 18,000 લોકો માટે ઓર્ગેનિક સામગ્રીનો ઉપયોગ કરીને ભોજન તૈયાર કરે છે. ઓન ડિમાન્ડ વાઇ-ફાઇ, એક બ્રાઇડલ રૂમ, એક રાષ્ટ્રપતિ સ્યુટ અને વિશ્વની સૌથી મોટી લિફ્ટ આવેલી છે. આ લિફ્ટ એટલી મોટી છે કે તેમાં એક જ વારમાં એક લગ્નના માણસો જઈ શકે છે.
અહીં હાજર જિયો વર્લ્ડ ગાર્ડનનો વિસ્તાર લગભગ 5 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ મુંબઈનું સૌથી મોટું ઓપન-એર સ્થળ છે. તેમાં કમ્ફર્ટેબલ સીટિંગ એરિયા, એનર્જી પ્રોડ્યૂસિંગ કરતા સૌર વૃક્ષો, મોટા તળાવો છે જે શાંતિનો અનુભવ કરાવે છે.



એક દિવસનું આટલું છે ભાડું
જીઓ વર્લ્ડ સેન્ટરમાં દરેક સ્થળનું ભાડું અલગ-અલગ છે. મતલબ કે બૉલરૂમથી લઈને વર્લ્ડ ગાર્ડનની સુવિધા તેની સાથેના જમવાના પૅકેજ બધાના દર અલગ-અલગ છે. આ કિંમતો પૂછપરછ પર જ જાહેર થાય છે. જો કે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્થળનું પ્રારંભિક પેકેજ પ્રતિ દિવસ માત્ર 15 લાખ રૂપિયાથી શરૂ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application