પોરબંદર શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા છે અને તેના ઉપર થીગડા મારવા માટે એક કરોડ પિયા મંજૂર થયા છે. ત્યારે મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે કોઇપણ રસ્તો બનતો હોય ત્યારે તેનો ગેરંટી પીરીયડ હોય છે અને પોરબંદરના મોટાભાગના રસ્તાઓ ગેરંટી પિરીયડ દરમિયાન જ ધુળધાણી થઇ જાય છે તેમ છતાં કોન્ટ્રાકટરો સામે શા માટે પગલા ભરવામાં આવતા નથી? અને લાખો પિયાની ફી ક્ધસલ્ટન્ટને ચૂકવાય છે તેની કામગીરી સામે કેમ સવાલ ઉઠાવવામાં આવતા નથી?
પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં નગરપાલિકાના રસ્તાના રી-સર્ફેશીંગની કામગીરી માટે ૧૦૦ લાખ ા.(એક કરોડ) ફાળવવામાં આવ્યા છે અને સ્વાભાવિક રીતે જ આ રકમમાંથી સામાન્ય થીગડાઓ મારવામાં આવે તેવું જણાઇ રહ્યુ છે ત્યારે મહત્વની બાબત એ છેકે પોરબંદરમાં જ્યારે નગરપાલિકાનું તંત્ર રોડ-રસ્તા બનાવવા માટે કોન્ટ્રાકટ ફાળવે ત્યારે રસ્તાના ગેરંટી પિરીયડ નક્કી કરવામાં આવતા હોય છે પરંતુ ચોકાવનારી બાબત એ છે કે પોરબંદર નગરપાલિકાનું તંત્ર કોન્ટ્રાકટરની બેદરકારી સામે કોઇ અગમ્ય કારણોસર આંખ આડા કાન કરે છે અને તેથી ગેરંટી પિરીયડ દરમ્યાન જ ધુળધાણી થતા રસ્તા અંગે કોન્ટ્રાકટરો પાસેથી કામગીરી કરાવવાના બદલે પ્રજાના પરસેવાના વેરાની કમાણીમાંથી પિયા વાપરવામાં આવે છે.
અન્ય બાબત એ પણ મહત્વની છે કે પોરબંદર નગરપાલિકાનું તંત્ર જુદા જુદા વિકાસકામોની કામગીરી અંગે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરે છે અને તેને તગડી ફી પણ ચૂકવવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં ભંગાર હાલતમાં ફેરવાયેલા રસ્તાઓ અંગે શું ક્ધસલ્ટન્ટે કોઇ રીપોર્ટ કરીને બેદરકાર કોન્ટ્રાકટરો સામે પગલા ભરવા અથવા નક્કર કાર્યવાહી કરવા જણાવ્યુ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે અને આ મુદે નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરે તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech