લાંબા સમયથી આકર્ષણ સમાન સેતુ બંધ કરી દેવાતા દ્વારકા આવતા યાત્રીકો થઇ રહ્યા છે હતાશ: તાકીદે જરી કામ પૂર્ણ કરીને પુન: ખુલ્લુ મુકવા ઉઠતી માંગણી
આપણા તંત્રની એક બલીહારી છે કે કોઇપણ સુવિધા શ થયા બાદ કોઇ કારણે રોકી દેવામાં આવે તો તેને પુન: શરૂ થવામાં બહુ સમય લાગે છે, આવો જ અહેસાસ દ્વારકા આવતાં યાત્રીકોને થઇ રહ્યો છે, કારણ કે ગોમતી નદી પર બનેલ આકર્ષણ સમાન સુદામા સેતુ લાંબા સમયથી બંધ હોવાના કારણે યાત્રીકો હતાશ થઇ રહ્યા છે, માંગ ઉઠી છે કે, તાત્કાલીક હવે સુદામા સેતુને પુન: ખુલ્લો મુકવામાં આવે.
યાત્રાધામ દ્વારકાની આગવી ઓળખ સમો સુદામા સેતુ પ્રવાસીઓ માટે બંધ રહેવાથી લાખોની નુકશાની થઇ રહયાનુ ચિત્ર ઉપસી રહ્યુ છે. અંદાઝે સવા બે વર્ષ પુર્વે મોરબી દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ સુદામા સેતુની હજુ મરમ્મતની કામગીરીન થતાં તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો નથી.
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફૂટ બ્રીજ સુદામા સેતુ વર્ષ 2011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂ કરાયા બાદ 2016 માં લોકાર્પણની સાથે જ ગોમતી ઘાટ અને સામે આવેલ પંચનદ તીર્થ તથા બીચ પર જવા માટેના પ્રમુખ સ્ત્રોત સાથે સાથે દ્વારકાની આગવી ઓળખ પણ બની ગયો છે. દ્વારકા આવતા દરેક યાત્રીક સુદામા સેતુની અચૂક મુલાકાત લેતા અને ગોમતી નદી, જગતમંદિર, સનસેટ અને બીચ લોકેશનના સંગમ સમા જગતમંદિરની નજીક બનેલ સુદામા સેતુ જગતમંદિર બાદ પર્યટકોની પ્રથમ પસંદ બની રહયુ છે. પરંતુ આશરે સવા બે વર્ષ પહેલા મોરબી દુર્ઘટના બાદ સમારકામના નામે બંધ થયેલ સુદામા સેતુની મરમ્મતની કામગીરી હજુ સુધી ન થતાં તંત્ર દ્વારા સલામતીના કારણોસર યાત્રીકો માટે ખૂલ્લો મૂકવામાં આવેલ નથી.
નાતાલના વેકેશન પહેલા સુદામા સેતુ ખૂલશે...?: સહેલાણીઓને ઈંતજાર
તાજેતરમાં દિપાવલી પર્વથી દેવ દિવાળી સુધીના પખવાડિયાના વેકેશનના સમયગાળામાં લાખો યાત્રીકોએ જગતમંદિરની મૂલાકાત લઈ દ્વારકાધીશના દર્શન કયર્િ હોય સ્વાભાવિક રીતે જો સુદામા સેતુ યાત્રીકો માટે ખૂલ્લો રાખી શકાયો હોત તો લાખો યાત્રીકોએ આ બેનમૂન ફુટબ્રીજની મુલાકાત લીધી જ હોત. યાત્રીક દીઠ રૂપિયા 10 ના ચાર્જ સાથે પ્રવેશ અપાતા આ બ્રીજ બંધ રહેવાથી સુદામા સેતુ સોસાયટીને લાખો રૂપિયાની નુકસાની ગયાનો અંદાજ છે.
હવે આગામી ડિસેમ્બર માસમાં પણ યાત્રાળુઓની ભરચકક સીઝન શરૂ થઈ રહી હોય લાખો પ્રવાસીઓ નાતાલના વેકેશન તેમજ સમગ્ર ડિસેમ્બર માસમાં યાત્રાધામની મુલાકાતે આવનાર હોય છેલ્લાં સમયમાં અગ્રણીઓએ પણ એક થી વધુ વખત સુદામા સેતુ ખૂલે તેવી માંગ ઉઠાવી હોય ત્યારે વહીવટી તંત્ર સુદામા સેતુને પુન: શરૂ કરી શકાય તે દિશામાં કાર્યવાહી કયારે કરે છે તે જોવાનું રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech