રાજકોટ શહેરના ગંજીવાડા શેરી નં.૩૦માં રહેતી નામચીન રફીકભાઈ જનર ઉ.વ.૨૦ નામની યુવતીનું વેવિશાળ જામનગરના શખસ સાથે ફોક થઈ ગયું હોવા છતાં જામનગરના ઓસામા સલીમ કોલિયા, નફીસા સલીમ તથા મહમદ નામના શખસએ રાજકોટ આવી જો સાથે નહીં આવેતો તારા ભાઈને પતાવી દેશું કહી ધમકી આપી કારમાં અપહરણ કરી લગ્ન ફુલહાર કરતા હોય તેવા ફોટો પડાવી જામનગરમાં કચેરીમાં લઈ જઈ લેખિત કરાર સાથે સહીઓ કરાવી લીધી હોવાના આરોપસર બી ડિવિઝન પોલીસ મથકમાં ચારેય સામે અપહર, ધમકી સહિતના આરોપસર ગુનો નોંધાયો છે.
બનાવની પોલીસના વર્તુળોમાંથી ફરિયાદની પ્રાથમિક વિગતો જામનગરના સલીમ કોલિયાના પુત્ર ઓસામા સાથે સગાઈ થઈ હતી. બે વર્ષ પહેલા સગાઈ ફોક થઈ ગઈ હતી. આરોપી ઓસામા તેના પિતા પરિવારના અન્ય સભ્ય નફીસા તથા મહમદ ગત તા.૧૫ના રોજ કાર લઈને આવ્યા હતા. નાજામીનને ફોન કરીને વાત કરવાના બહાને ગંજીવાડામાં ઘર પાસે બોલાવી હતી.
યુવતી આવતાની સાથે જ છરી બતાવીને ઓસામાએ કહ્યું કે હું કહું તેમ નહીં કરે તો તારા ભાઈ અકબરને જાનથી મારી નાખીશ. ગાળો આપી ચારેય કારમાં અપહરણ કરી ગયા હતા. જામનગર ખાતે લઈ ગયા હતા. જયાં છરીની અણીએ લગ્નના ઈરાદે ફુલહાર કરતા હોય તેવા ફોટા પાડી લીધાહ તા. રસ્તામાં લગ્નવિધી જેવા ફોટા લીધા બાદ જામનગરમાં જ સરકારી કચેરી ખાતે લઈ ગયા હતા. ત્યાં લેખિત કરાર પર યુવતીની સહીઓ કરાવી લીધી હતી. ત્યારબાદ ઓસામાના માતા-પિતા યુવતીને રાજકોટ ઘરે આવીને મુક્ી ગયા હતા અને યુવતીના પિતાને પણ ગાળો આપી ધમકી આપી હતી.
ગત સપ્તાહે તા.૧૫ના રોજ બનેલી ઘટના સંદર્ભે યુવતીએ ગઈકાલે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૬૫, ૩૬૬, ૫૦૪, ૫૦૬(૨) સહિતની કલમો હેઠળ એકસંપ કરી અપહરણ, જાનથી મારી નાખવાની ધમકી આપી જાહેરનામાનો ભંગ કર્યાના આરોપસર ચારેય સામે ગુનો નોંધ્યો હતો. તપાસનીસ પીએસઆઈ એચ.કે.રાવલ તથા સ્ટાફે આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.
યુવતીએ ફરિયાદમાં મુકેલા આરોપમાં બન્ને પરિવારમાં સામસામી સગાઈ થઈ હતી અંગત કારણોસર નાઝમીન સાથે ઓસામાની સગાઈ તૂટી ગઈ હતી. ગત તા.૧૪ના ઓસામા વારંવાર ફોન કરતો હતો. મોડી રાત્રે સાડાત્રણેક વાગ્યે ઓસામાનો ફોન રિસિવ કરતા ધમકી આપી કે હું અને મહેમુદ તારા ઘરમાં ઘુસી જશું, ઝઘડો કરશું જેથી ડરના કારણે પરિવારના સભ્યોને સુતા રાખી પોતે બહાર ગઈ હતી અને ત્યાંથી અપહરણ કરી જામનગર લઈ ગયા હતા. ત્યાં એક મકાનમાં લઈ જઈ ભાઈને મારી નાખવાની ધમકી આપી મહમદ દ્વારા મોબાઈલમાં બન્ને ફુલહાર કરતા હતા તેવા ફોટા લઈ લીધા હતા. પછી કચેરીએ લઈ જઈ સહિ-સિક્કા કરાવી અમારા દૂરના સંબંધી માટલી ગામે રહેતા કાળાભાઈ ખીરાને ત્યાં છોડી ગયા હતા. ત્યાંથી મારા માતા-પિતા અને ભાઈ મને તેડી ગયા હતા. બીજા દિવસે ઓસામાએ અમારા સગાના મોબાઈલમાં લગ્નના ફોટો અને સર્ટિફિકેટ મોકલી આપ્યું. ત્યારબાદ ઓસામાની માતા અને પિતા બન્ને અમારા ઘરે આવ્યા અને કહ્યું કે નાઝમીનને અમારી સાથે મોકલી દયો. પિતાએ ના પાડતા ગાળાગાળી કરી ધમકી આપી. સમગ્ર ઘટનાથી ડરી ગયેલી નાઝમીને તા.૧૯ના રોજ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
યુવતીએ બે દિવસ પૂર્વે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, સામસામે સંબંધો હતા
વેવિશાળ ફોક થયા બાદ પણ ભાઈને મારી નાખવાનરી ધમકી આપી કારમાં ઉઠાવી જઈ પરાણે ફુલહાર લગ્નવિધી કરાવી લેખિત કરાર કરનાર જામનગરના શખસો પૂર્વ પતિ સહિતનાઓ દ્વારા આચરાયેલી ગુનાઈત પ્રવૃતિના કારણે યુવતીને લાગી આવ્યું હશે. બે દિવસ પૂર્વે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક એવી પણ વાત છે કે, બન્ને પરિવાર વચ્ચે સામસામા સગપણ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech