જયારે ટેન્શન આવે છે ત્યારે યોગથી મળે છે શાંતિ - દિલજીત દોસાંઝ

  • November 27, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલજીત દોસાંઝ બેક ટુ બેક કોન્સર્ટમાં વ્યસ્ત છે. પુણેમાં તેમના શો દરમિયાન તેમણે દર્શકોને ખૂબ જ સારી શીખ પણ આપી હતી. દિલજીતે કહ્યું કે તેને તેના જીવનમાં ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે પરંતુ જ્યારે તે યોગ કરે છે ત્યારે મન શાંત થાય છે અને કામ વ્યવસ્થિત થઇ જાય છે. દિલજીતે કહ્યું કે યોગ એ કસરત નથી પરંતુ તમારી યાત્રાને સંતુલિત કરે છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે યોગ જીવન પર સકારાત્મક અસર કરે છે.
દિલજીતે કહ્યું કે જ્યારે કોઈને કોઈ વસ્તુ મળે છે તો લોકો કહે છે કે કોઈને તે ન જણાવવું જોઈએ. તે સારું છે પણ મને લાગે છે કે દરેકનો વારો આવવાનો જ છે. તો મને લાગે છે કે જો યોગ કરો છો તો જે પણ કામ કરો છો, ભલે કોઈ ટેક કંપનીમાં કામ કરો, અભ્યાસ કરો, જીવનમાં જે પણ કરો છો તેની ઝડપ બમણી થઈ જશે. તમને ખબર પણ નહીં પડે અને તેની ઝડપ બમણી થઈ જશે.
દિલજીત આગળ જણાવે છે કે યોગ એ કસરત નથી. યોગ સ્ટ્રેચિંગ નથી, યોગ એ તમારી અંદરની એક યાત્રા છે અને તમારુ અલાઈન્મેન્ટ સુધારે છે, જેમ તમે ગાડીની અલાઈન્મેન્ટ ઠીક કરાવો છો. જો તમે અલાઈન્મેન્ટ ન કરો તો ગાડી આડીઅવળી જાય છે. યોગ તમને તમારી મુસાફરી માટે અલાઈન કરે છે. જીવન તેમાંથી જ શરૂ થાય છે. હું કોઈ બાબા તો છું નહી જે તમને આ કહે છે. સાચી વાત એ છે કે જો તમે યોગ કરો છો તો તમે જીવનમાં બધું જ પ્રાપ્ત કરી શકો છો. મુશ્કેલીઓ આવશે. હું દરરોજ ખૂબ જ ટેન્શનનો સામનો કરું છું, હું તમને કહી પણ નથી શકતો કે હું દરરોજ કયા ટેન્શનનો સામનો કરું છું. કામ જેટલું મોટું, તેટલું મોટું ટેન્શન પણ યોગને કારણે બધું આપોઆપ ઠીક થઇ જાય છે. જેટલા યુવાનો છે, તે પ્રયત્ન કરો અને યોગ શરૂ કરો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News