રાજયમાં બાળકોમાં કુપોષણનો દર વધવાની સાથે તેના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહી છે, જેને લઈને સરકાર દ્રારા માતા અને બાળક માટે ની અનેક યોજનાઓ અમલમાં છે. જેમાં આરોગ્યની બાબતે પણ ખુબ ચિંતા કરવામાં આવી રહી છે. અને આ ચિંતાને દૂર કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ સંલ એમસીએચ બ્લોક (ઝનાના હોસ્પિટલ)ની પીડિયાટિ્રક વિભાગની એનઆરસી (બાલ સંજીવની કેન્દ્ર) અને તેની ટીમ ચેલેન્જ પ કામ કરી રહી છે. માત્ર કુપોષિત જ નહીં પરંતુ મેડિકલ કોમ્પ્િલકેશન ધરાવતા ૧ મહિનાથી ૫ વર્ષ સુધીના બાળકોને દાખલ કરી તેનો શારીરિક વિકાસ વધારવાની સાથે સાથે સ્પેશ્યાલિસ્ટ ડોકટર્સ દ્રારા જટિલ રોગની સારવાર–નિદાન કરી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવે છે. બાલ સંજીવની કેન્દ્રમાં જાન્યુઆરી–૨૦૨૪થી ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં ૧ મહિનાથી ૫ વર્ષ સુધીના ઓછાવજનની સાથે ન્યુમોનિયા, સિવિયર એનિમિયા, ઓછી લોહીની ટકાવારી, ટીબી, સર્જરીની જરિયાત હોય એવા જુદી જુદી બીમારીઓ સાથેના ૨૪૭ બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા એ પૈકીના ૨૩૨ બાળકોને સ્વસ્થ તંદુરસ્ત સાથે રજા આપવામાં આવી હતી. અને હાલ હજુ સાત જેટલા બાળકો સારવાર હેઠળ છે,
રજા આપ્યા પછી પણ દર ૧૫ દિવસે સતત બે મહિના સુધી ફોલોપ માટે કેન્દ્રમાં બોલાવવામાં આવે છે અને જે તે વિસ્તાર કે ગ્રામ્યના આંગણવાડીમાં આશા વર્કરને જાણ કરી બાળકને પૂરતું પોષણ મળી રહે એ માટે સરકાર તરફથી આપવામાં આવતા બાળશકિતના પેકેટ પહોંચાડવા માટે જણાવવામાં આવે છે. આ ઉપરાંત જન્મ લેતું બાળક કુપોષિત ન રહે એ માટે ગર્ભવતી માતાઓને પણ પોષણક્ષમ આહાર લેવા માટે માર્ગદર્શન આપવામાં આવે છે
માતા માટે રહેવા-જમવાની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અપાય છે
કુપોષણની સાથે ગંભીર બીમારીથી પીડાતા બાળકોને દાખલ કરવામાં આવે ત્યારે તેની માતા માટે અંદરજ રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર બાળક અને માતાના કપડા સાથે જ આવવાનું રહે છે. જેટલા દિવસ બાળક દાખલ હોય એટલા પ્રતિ દિવસ સુધી દૈનિક ભથ્થું રૂ.100 અને 200 રૂ. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સરકાર તરફથી આપવામાં આવે છે. જો એક વર્ષથી નાનું બાળક હોય તો ખીલખીલાટ વાન ઘર સુધી પહોંચાડે છે. આ ઉપરાંત સંજીવની કેન્દ્રના રસોડામાં બાળક અને માતા માટે કયા પ્રકારનો પોષણ વર્ધક ખોરાક લેવો એની ન્યૂટ્રિશિયનના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ દ્વારા વાનગી બનાવી માતાઓને શીખવવામાં આવે છે.
ન્યૂટ્રિનિસ્ટ સહિતની ટીમ કરે છે કાઉન્સિલિંગ
બાલ સંજીવની કેન્દ્ર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના વડા ડો.પંકજ બુચના સીધા માર્ગદર્શન હેઠળ સંચાલન થઇ રહ્યું છે, કેન્દ્રમાં ન્યૂટ્રિનિસ્ટ હિતાવહી મહેતા, આસી.ન્યૂટ્રિનિસ્ટ રેશ્મા ખલાણી, સ્ટાફ નર્સ સંજીરા સેરસીયા ઉપરાંત આયા કુક સહીત આઠ સભ્યોની ટિમ કાર્યરત છે. જે બાળકોની સારસંભાળ, ડાયટ ચાર્ટ, રસીકરણ, માતાઓનું કાઉન્સિલિંગ કરી ફેમેલી પ્લાન, બાળકનો અભ્યાસ, ઓછા ખર્ચમાં પોષણક્ષમ આહાર કેવી રીતે બનાવવો તેની મેથડ શીખવવાની સાથે લાઈવ ડેમો પણ આપવામાં આવે છે. બાલ સંજીવનીના ન્યૂટ્રિનિસ્ટની ટીમે જણાવ્યું હતું કે, બાળકના જન્મથી 100 દિવસ સુધી માતા પૂરતો પોષણ વર્ધક આહાર લે તો આવનારું બાળક શસક્ત બંને છે. આ માટે સરકાર તરફથી ધાત્રી માતાઓ,કિશોરીઓ, શિશુઓ માટેની યોજનાઓ છે તેનો પણ લાભ લેવામાં આવે યોજના હેઠળ આપવામાં આવતા પેકેટ્સ, આયોડીન નિમક સહિતનો ઉપયોગ કરવામાં આવે તો અનેકગણા ફાયદાઓ થઇ શકે છે.
ક્રિટિકલ બાળકો સ્વસ્થ-તંદુરસ્ત બન્યા
બાલ સંજીવની કેન્દ્રના ન્યૂટ્રિનિસ્ટ હિતાવહી મહેતાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં ખુબ ઓછા વજન અને ક્રિટિકલ બીમારી સાથેના બાળકોને દાખલ કરવામાં આવે છે, રાજકોટમાં રહેતા પરિવારનું નવ મહિનાના બાળકનું વજન ચાર કિલોની અંદર હતું અને ન્યુમોનિયાનું નિદાન થયું હતું, જેને જરૂરી ડાયટ ચાર્ટ અને પીડિયાટ્રિક વિભાગના તબીબની સતત દેખરેખ હેઠળ સ્વસ્થ કરવામાં આવતા આજે બાળક દોઢ વર્ષનું થયું છે અને વાલીઓ ટાઈમ ટુ ટાઈમ ફોલોપ માટે કેન્દ્રમાં આવે છે.
રિપોર્ટ, સર્જરી અને દવા નિ:શુલ્ક
સંજીવની કેન્દ્રમાં બાળક આવે ત્યારે વેલકમ ડ્રિન્કસમાં ખાંડનું ઘોળ આપવામાં આવે છે બાદમાં વજન, ઉંચાઈ, બાળકનો ઘેરાવ સહિતના મેઝરમેન્ટ માપી, બાળક કેટલું સુવે છે, કેટલું જમે છે એ માટેના એપિટેટાઈઝ ટેસ્ટ, કરવામાં આવે છે, આ ઉપરાંત બાળકને ધાવણ બરાબર પહોંચે કે નહીં એ માટે કલાકોની ગણતરી મુજબ દૂધ આપવામાં આવે છે, ચોક્કસ નિદાન માટે જરૂરી રિપોર્ટ અને ટીબી જેવા રોગની તપાસ પણ કરવામાં આવે છે. પીડિયાટ્રિશિયન દ્વારા દિવસમાં બે વખત રાઉન્ડ લઇ જરૂરી સારવાર નક્કી કરવામાં આવે છે તેમજ સર્જરીની જરૂર લાગેતો સર્જરી કરવામાં આવે છે. ડિસ્ચાર્જ સમયે તમામ દવા ની:શુલ્ક આપવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech