રાજકોટ મહાપાલિકાના ભાજપના શાસકોએ ગઇકાલે સ્ટેન્ડિંગ કમિટી મિટિંગમાં વર્ષ 2025-20256નું કરબોજ વિહોણું અને ટૂંકા સમયગાળામાં સાકાર થઇ શકે તેવી નાની અને મધ્યમ કદની યોજનાઓ સાથેનું બજેટ સવર્નિુમતે મંજુર કર્યું હતું, સ્ટેન્ડિંગ બાદ હવે બજેટ જનરલ બોર્ડની મંજૂરી અર્થે રજૂ થશે. દરમિયાન આગામી તા.19ને બુધવારે મતલબ કે આજથી બરાબર એક સપ્તાહ પછી બોર્ડ મિટિંગ યોજવા એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે. દરમિયાન બજેટમાંથી કરબોજ ફગાવી દેતા વિરોધ કરવા જેવું કંઇ રહ્યું ન હોય હવે બજેટમાં વિરોધ શેનો કરવો તેનો અભ્યાસ વિપક્ષ કોંગ્રેસએ શરૂ કર્યો છે.
મ્યુનિ.બજેટમાં એકંદરે સ્ટેન્ડિંગ કમિટિએ કરબોજ ફગાવી સાકાર થાય તેવી યોજનાઓ જ મંજુર કરતા વિપક્ષ પાસે કોઇ મુદ્દો રહ્યો નથી. રાજકીય ભેદભાવ રાખ્યા વિના વિપક્ષી નેતાની ગ્રાન્ટ પણ વધારી આપી હોય તેમજ વિપક્ષના વોર્ડમાં પણ વિકાસકામોના પ્રોજેક્ટ્સ મુક્યા હોય તેમજ ખર્ચમાં કાપ મુકી કરકસરના શ્રેણીબધ્ધ પગલાં લેતા હવે વિપક્ષ ઉંધામાથે થયો છે. કઇ બાબતનો વિરોધ કરવો તે મુદ્દે હવે વિપક્ષની કસોટી શરૂ થઇ છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં બજેટ તેમજ તે અંતર્ગતની કુલ 12 દરખાસ્તો સમાવિષ્ટ કરાઇ છે જેમાં (1) ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ-94 હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને 2021-22, 2022-23 અને 2023-24ના રજુ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો( નેશનલ મ્યુનિસિપલ મ્યુનિસિપલ એકાઉન્ટ્સ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુરૂપ) તથા ડિજિટલાઇઝ્ડ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ/ દસ્તાવેજો/વાઉચર્સ વગેરેને મંજુરી આપવા તથા ઉક્ત વર્ષો દરમ્યાન કરવામાં આવેલ રોકાણો તથા લેવામાં આવેલ ધિરાણોને મંજુરી આપવા તેમજ ધી જી.પી.એમ.સી.એક્ટ 1949ની કલમ-95 મુજબ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25 નું રિવાઈઝ્ડ અંદાજપત્ર તેમજ નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજુર કરવા (2) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા (3) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે પાણી દર નિયત કરવા (4) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા (5) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા (6) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે વાહન કર નિયત કરવા (7) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે થિએટર ટેક્ષ નિયત કરવા(8) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે મિલકત વેરામાં વળતર યોજના અમલી કરવા (9) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા (10) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા (11) આગામી નાણાંકીય વર્ષ 2025-26 માટે ફાયર ટેક્સ નિયત કરવા તેમજ (12) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ 2025-26નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.
મેયર મહાકુંભમાં, ટેલિફોનિક આદેશથી એજન્ડા પ્રસિધ્ધ
મેયર હજુ પણ મહાકુંભમાં છે અને તેમના ટેલિફોનિક આદેશથી બજેટ બોર્ડ માટેનો એજન્ડા પ્રસિધ્ધ કરાયો હોવાનું જાણવા મળે છે. આજે બપોર સુધી મેયર રાજકોટ પરત ફયર્િ નહીં હોવાનું કે તેમની સત્તાવાર કાર કચેરીમાં જમા થઇ નહીં હોવાનું સત્તાવાર વર્તુળોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં પહેરો આ રંગના કપડાં, ઠંડકનો અનુભવ થશે અને મળશે પરફેક્ટ લુક
April 01, 2025 04:38 PMજો એક મહિના માટે ડુંગળી અને લસણ ખાવાનું બંધ કરી દો, તો શરીરમાં કોઈ ફેરફાર જોવા મળશે?
April 01, 2025 04:15 PMતું અપશુકનીયાળ છો એટલે સુપર માર્કેટ બંધ થઈ ગઈ કહી સાસરીયાઓનો પુત્રવધુને ત્રાસ
April 01, 2025 03:36 PMજામનગરમાં ૧૫ વર્ષની બાળા પર દુષ્કર્મ: મૃત બાળકને જન્મ આપ્યો
April 01, 2025 03:33 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ જોડીયા ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 01, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech