રાજકોટના ટીઆરપી ગેમ ઝોન માં સર્જાયેલા અગ્નિ કાંડ બાદ મહાનગરપાલિકા અને રૂડા કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા બીયુપી અને ફાયર એનઓસી મામલે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી ધડાધડ મિલકતો સીલ કરવામાં આવી હતી તદઉપરાંત ખાસ કરીને સાગઠીયાકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં સામૂહિક બદલીનો ઘાણવો નીકળ્યો હતો અને દરેક બાબતની ઉંડાણ પૂર્વક ચકાસણી શ કરવામાં આવી હતી જેના કારણે વિકાસને બ્રેક લાગી ગયા જેવી સ્થિતિનું નિર્માણ થતાં બિલ્ડર લોબી દ્રારા મહાનગરપાલિકા અને ડા કચેરીથી લઈને ગાંધીનગર મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી, હવે આ રજૂઆતો બાદ શું નિષ્કર્ષ આવ્યો અને કઈ મુજબ આગળની કાર્યવાહી કરવી તે માટે બિલ્ડર લોબીની એક મીટીંગ આગામી સોમવારે યોજાનાર છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પેારેશન અને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એરિયા (ડા)માં પ્લાન પાસ કરાવવામાં તેમજ બીયુપી (કમ્પ્લીશન સર્ટિફિકેટ) મેળવવામાં ખુબ જ પ્રોબ્લેમ થતા હોય આ સંદર્ભે સરકાર લેવલે મુખ્યમંત્રી તેમજ અન્ય મંત્રીઓને તથા ગાંધીનગરમાં સરકારી અધિકારીઓને રાજકોટના સાંસદ સભ્ય અને ધારાસભ્યોને સાથે રાખીને અવાર નવાર મીટીંગ યોજવામાં આવી હતી આ ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન અને ડામાં પણ અવારનવાર મ્યુનિ.કમિશ્નર કમ ડા ચેરમેનને તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસરને સાથે પણ અનેક વખત મિટિંગ યોજવામાં આવી હતી.
દરમિયાન ઉપરોકત તમામ મીટીંગમાં કરવામાં આવેલી રજુઆતો સંદર્ભે જે કઇં સુઝાવ સરકાર પક્ષે આવેલ છે તે અંતર્ગત બિલ્ડરોની એક મીટીંગનું આયોજન તા.૧૮–૧૧–૨૦૨૪ ને સોમવારે સયાજી હોટલનાં બેંકવેટ હોલમાં સાંજે ૪ થી ૫ કલાક દરમિયાન યોજાનાર છે. નાં સમયે કરવામાં આવેલ છે. આ મિટિંગમાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના દરેક મેમ્બર્સને અનિવાર્યપણે અચુક હાજરી આપવા જાણ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી
January 19, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech