કોર્ટમાં ન્યાયાધીશને વકીલ અને તમામ અધિકારીઓ માય લોર્ડ કહીને સંબોધે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘણા ન્યાયાધીશોએ માય લોર્ડ અથવા લોર્ડશિપ તરીકે સંબોધવા સામે વાંધો વ્યક્ત કર્યો છે. જસ્ટિસ નરસિમ્હાએ એમ પણ કહ્યું હતું કે માય લોર્ડની જગ્યાએ 'સર' શબ્દનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા પણ ઘણા ન્યાયાધીશો માય લોર્ડ, લોર્ડશિપ કે યોર ઓનર કહેવા પર વાંધો વ્યક્ત કરી ચૂક્યા છે. ન્યાયાધીશોનું કહેવું છે કે આ જૂની પ્રથા છે, જે હજુ પણ વ્યવહારમાં રાખવામાં આવી રહી છે.
‘માય લોર્ડ’ શબ્દ ક્યાંથી આવ્યો?
માય લોર્ડ શબ્દનો ઉપયોગ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યો છે. યુકે કોર્ટની સત્તાવાર વેબસાઈટ અનુસાર, હાઈકોર્ટના ન્યાયાધીશોને 'માય લોર્ડ', સર્કિટ જજોને 'યોર ઓનર' અને મેજિસ્ટ્રેટ જજોને 'યોર વર્કશોપ' તરીકે સંબોધવામાં આવે છે. મળતી માહિતી મુજબ જ્યારે ભારતમાં અંગ્રેજોનો જમાનો આવ્યો ત્યારે અહીં પણ આ જ સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. બ્રિટનમાં હાઉસ ઓફ લોર્ડ્સ છે અને ભારતમાં લોર્ડ શબ્દ ત્યાંથી આવ્યો છે.
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
બ્રિટિશરો ગયા પછી પણ તેમની મોટાભાગની સંસ્કૃતિ ભારતમાં રહી. કોર્ટ રૂમમાં જજને માય લોર્ડ કહેવાનું કલ્ચર પણ તેમાંથી એક છે. જોકે 2006માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આવા શબ્દોને રોકવાનો ઠરાવ પસાર કર્યો હતો. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વસાહતી કાળમાં આવા શબ્દોનો ઉપયોગ એક ટ્રેન્ડ હતો પરંતુ હવે આ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં. પરંતુ તેમ છતાં આ શબ્દો કોર્ટ કલ્ચરમાં એવી રીતે પ્રવેશ્યા છે કે આજે પણ તેનો ઉપયોગ એ જ રીતે થાય છે.
'લોર્ડ' શબ્દનો ઉપયોગ કયા દેશોની અદાલતોમાં થાય છે?
ભારતમાં આ શબ્દોના ઉપયોગ પર સત્તાવાર પ્રતિબંધ છે પરંતુ તેમ છતાં વકીલો આવા શબ્દોનો ઉપયોગ કરે છે. પરંતુ શું જાણો છો કે અમેરિકામાં જજ કોને કહેવાય છે? અમેરિકામાં ચીફ જસ્ટિસને મિસ્ટર કહેવામાં આવે છે. બાકીના જજોને જસ્ટિસ અને તેમના નામ કહેવામાં આવે છે. પરંતુ જો ન્યાયાધીશનું નામ ભૂલી જાઓ છો, તો તેને યોર ઓનર કહી શકો છો. સિંગાપોરમાં પણ સુપ્રીમ કોર્ટના જજને યોર ઓનર કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં પણ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને યોર ઓનર કહેવાનો ટ્રેન્ડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલોઠડામાંથી ગેસ રિફિલિંગનું કારસ્તાન ઝડપી લેતી આજીડેમ પોલીસ
December 23, 2024 03:39 PMથર્ટી ફસ્ર્ટ માટેનો ૩૧ લાખનો વિદેશી દારૂ પકડાયો
December 23, 2024 03:38 PMઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech