થોડા સમયથી ડિજિટલ અરેસ્ટના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. જેના કારણે ઘણા લોકો મુંઝવણમાં છે કે આ કેવા પ્રકારની ધરપકડ છે જેમાં પોલીસ વ્યક્તિને હાથકડી લગાવીને પોલીસ સ્ટેશન લઈ જતી નથી. જો આ બાબતને લઈને મૂંઝવણમાં હોય તો જાણો ડિજિટલ અરેસ્ટ શું છે અને તેમાં શું થાય છે?
ડિજિટલ ધરપકડ શું છે?
ડિજિટલ ધરપકડમાં સાયબર છેતરપિંડી કરનાર વ્યક્તિ ધરપકડનો ડર બતાવે છે. આમાં તેઓ ઘરમાં કેદ રાખે છે. જેમાં વીડિયો કોલ દરમિયાન છેતરપિંડી કરનાર તેના બેકગ્રાઉન્ડને પોલીસ સ્ટેશનની જેમ બતાવે છે. આ જોઈને પીડિત ડરી જાય છે અને ડરના કારણે તે તેની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.
છેતરપિંડી કરનારાઓ જામીન માંગીને તમારી સાથે છેતરપિંડી કરવાનું શરૂ કરે છે. છેતરપિંડી કરનાર વ્યક્તિને વિડિયો કૉલ મુકવાની ના પડે છે કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. વ્યક્તિની તેના જ ઘરમાં ધરપકડ કરવામાં આવે છે, તેને એવું કહીને ડરાવવામાં આવે છે કે તેના આધાર કાર્ડ, સિમ કાર્ડ, બેંક એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર કામ માટે કરવામાં આવ્યો છે. આ બધું થાય પછી તમને ડરાવવાની 'ગેમ' શરૂ થાય છે.
ક્યાં ફરિયાદ કરવી
એક વાત ધ્યાનમાં રાખો કે પોલીસ કે કોઈપણ એજન્સી ક્યારેય ફોન કરતી નથી કે ધમકી આપતી નથી. તપાસ એજન્સી અથવા પોલીસ કાયદાકીય પ્રક્રિયા સાથે કાર્યવાહી કરે છે. જો આવા ધમકીભર્યા ફોન આવે તો ડર્યા વગર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને તેની ફરિયાદ કરો.
આ સિવાય નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરો અને ફરિયાદ નોંધાવો. આ સાથે @cyberdost દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.
આ બાબતો ધ્યાનમાં રાખો
સાયબર સ્કેમર્સ કોઈપણને ફસાવી શકે છે. આને ટાળવા માટે ડેટાની સુરક્ષાનું ધ્યાન રાખો. સાયબર ગુનેગારોની જાળમાં ફસાવાથી કેવી રીતે બચી શકાય-
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech