ભારતમાં કોલ્ડપ્લેનો ક્રેઝ અલગ સ્તરે જોવા મળી રહ્યો છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ આવતા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં ભારતમાં યોજાશે. તેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે અને તેને ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે.
ગ્રેમી-વિજેતા રોક બેન્ડ જાન્યુઆરી 2025માં મુંબઈમાં તેના મ્યુઝિક ઑફ ધ સ્પિયર્સ વર્લ્ડ ટુરના ભાગરૂપે ત્રણ શો કરવા માટે તૈયાર છે. કોલ્ડપ્લે ટિકિટોની એટલી માંગ હતી કે બેન્ડે જાન્યુઆરી 18 અને 19ના શેડ્યુઅલમાં 21 જાન્યુઆરીએ ત્રીજો શો ઉમેર્યો હતો. ત્રીજો શો હોવા છતાં ટિકિટ ન મળતા હજારો કોલ્ડપ્લેના ચાહકો નિરાશ થયા છે. હાલમાં બુક માય શો પર કોલ્ડપ્લેની ટિકિટ વેચાઈ ગઈ છે. જે ટિકિટ વેચાણ માટે એકમાત્ર અધિકૃત પ્લેટફોર્મ છે. હાલ રિ-સેલિંગ પ્લેટફોર્મ ટિકિટો ઊંચા ભાવે વેચી રહ્યાં છે.
35,000ની કિમતની ટિકિટનું બ્લેકમાં 8 લાખ રૂપિયામાં વેંચાણ
વિયાગોગો જેવા રિ-સેલિંગ પ્લેટફોર્મ પર કોલ્ડપ્લે ટિકિટ 3 લાખ રૂપિયા સુધી વેચાઈ રહી છે. બુક માય શો દ્વારા વારંવારની ચેતવણીઓ છતાં, ગેરકાયદેસર પ્લેટફોર્મ ટિકિટો વેચી રહ્યા છે અને લોકો તેને ખરીદી પણ રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ, ઓનલાઈન માર્કેટપ્લેસ વાયાગોગો પર 18 જાન્યુઆરીના શો માટે ટિકિટની કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થઈને 8 લાખ રૂપિયા સુધી જોવા મળી રહી છે. ડીવાય પાટિલ સ્ટેડિયમની ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ બુક માય શો પર માત્ર રૂ. 35,000માં ઉપલબ્ધ હતી.
બુક માય શો ચેતવણી આપી
બુક માય શોએ એ સ્પષ્ટ કર્યું છે કે અન્ય કોઈપણ પ્લેટફોર્મ પરથી ખરીદેલી ટિકિટો અમાન્ય થઈ જશે. ભારતમાં ટિકિટ સ્કેલિંગ ગેરકાયદેસર છે અને કાયદા દ્વારા સજાપાત્ર છે.' BookMyShow એ ચાહકોને 'કૌભાંડોથી બચવા' સલાહ આપતી પોસ્ટ શેર કરી છે. ઘણા ચાહકોએ બુક માય શૉ પર એવી સિસ્ટમ બનાવવાનો આરોપ મૂક્યો છે કે જે ગેરકાયદેસર સ્કેલ્પર્સને વેગ આપે છે. ઘણા ચાહકોએ બુક માય શો પર ટિકિટને બુકિંગ ID સાથે લિંક ન કરવાનો આરોપ મૂક્યો હતો, એટલે કે કોઈપણ ટિકિટ ખરીદી શકે છે અને પછીથી તેને ઊંચા માર્કઅપ પર વેચી શકે છે.
કોલ્ડપ્લે શું છે
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે, જેની રચના 1997માં થઈ હતી. પાંચ વ્યક્તિઓની લાઇન-અપમાં ગાયક અને પિયાનોવાદક ક્રિસ માર્ટિન, ગિટારવાદક જોની બકલેન્ડ, બાસવાદક ગાય બેરીમેન, ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વેનો સમાવેશ થાય છે. તેમાંથી ચાર સ્ટેજ પર પરફોર્મ કરતા જોઈ શકાય છે. તેનો લાઈવ કોન્સર્ટ જોવા લોકો મોટી સંખ્યામાં આવે છે. તેમની પર્ફોર્મન્સની શૈલી અન્ય રોક બેન્ડ કરતાં તદ્દન અલગ છે. આ બેન્ડની શરૂઆત કોલેજના દિવસોમાં થઈ હતી. તેમને તેમના અનોખા ગીતો માટે ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે, જે સંગીતનો સૌથી મોટો એવોર્ડ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech