વેપારીના પરિવારે ઓનલાઈન એવું તે શું ઓર્ડર કર્યું? દિવસ દરમિયાન ડિલિવરી થઈ અને અડધી રાત્રે STFની ટીમ ત્રાટકી

  • August 22, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લખનઉ STFએ ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક વેપારીના પરિવાર દ્વારા કેટલીક વસ્તુઓ ઓનલાઈન મંગાવવામાં આવી હતી. જે બાદ પરિવાર એસટીએફના નિશાના પર બન્યો હતો. મંગળવારે લખનૌની એસટીએફની ટીમે અડધી રાત્રે વેપારીના ઘરે દરોડા પાડ્યા હતા.


વેપારી પરિવાર સુરિયાવાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. પરિવારે કેટલીક વસ્તુઓ ઓનલાઈન ઓર્ડર કરી હતી. જે બાદ મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 4 વાગે સ્થાનિક પોલીસની સાથે એસટીએફની ટીમ વેપારીના ઘરે પહોંચી હતી. પરિવારના સભ્યએ દરવાજો ખોલતાં જ હોબાળો મચી ગયો હતો. એસટીએફની ટીમે તેમની પૂછપરછ કરી અને ત્યારબાદ પરિવારના 6 સભ્યોને પોલીસ સ્ટેશન લઈ આવ્યા. અટકાયત કરાયેલા પરિવારના સભ્યોની પૂછપરછ ચાલુ છે. બુધવારે બપોરે એક સભ્યને મુક્ત કરવામાં આવ્યા છે.


પરિવારનો કોસ્મેટિકનો મોટો બિઝનેસ છે. શહેરમાં તેની ઘણી જનરલ સ્ટોરની દુકાનો છે. મોડી રાત્રે વેપારીના ઘરે અચાનક દરોડો પડતા આસપાસના લોકોમાં સનસનાટી મચી ગઈ હતી. લોકોમાં અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાવા લાગી છે. ઘરના બાકીના સભ્યોએ પોતાને ઘરની અંદર કેદ કરી લીધા છે. વેપારીના ઘરે સ્થાનિક લોકો અને પડોશીઓનું ટોળું એકઠું થયું હતું. વેપારીનાં પરિવારજનો કોઈ  લોકોને મળતા ઇચ્છતા નથી અને કંઈ કહેવા પણ તૈયાર ન હતા.


STF એ શા માટે આ દરોડો પાડ્યો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પોલીસ અધિકારીઓ પણ આ મામલે બોલતા જોવા મળતા નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application