'વ્હેલ બોન્સ': ફોટોગ્રાફ ઓફ ધ યર

  • February 22, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક કિલક એક આખી કહાની બયાન કરી શકે એટલી તાકાત ધરાવતું જ હોય છે. એક અલગ જ સેન્સ ધરાવતા ફોટોગ્રાફરની તો આખી કહાની જ નિરાળી હોય. ગ્રીનલેન્ડમાં બરફની ચાદર નીચે મિંક વ્હેલના હાડપિંજરને ફંફોળી રહેલા મરજીવાની ગતિવિધિ કેમેરામાં કેદ કરવા બદલ સ્વીડિશ ફોટોગ્રાફરને અંડરવોટર ફોટોગ્રાફર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. સ્વીડિશ ફોટોગ્રાફર એલેકસ ડોસનને તેની તસવીર 'વ્હેલ બોન્સ' માટે વર્ષ ૨૦૨૪નો અંડરવોટર ફોટોગ્રાફર જાહેર કરવામાં આવ્યો છે.એલેકસ ડોસને ગ્રીનલેન્ડમાં બરફની ચાદર નીચે દટાયેલા મિંક વ્હેલના હાડપિંજરને શોધતા મરજીવાની ગતિવિધિને કેમેરામાં કેદ કરી છે. જેનું કેપ્શન એલેકસ ડોસને 'વ્હેલ બોન્સ આપ્યું છે. ફોટોગ્રાફરના આ અત્પત અને આશ્ચર્યજનક અંડરવોટર ફોટોએ તેને આ વર્ષના અંડરવોટર ફોટોગ્રાફર ઓફ ધ યર ૨૦૨૪નો એવોર્ડ જીતાવી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application