વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણા, સુત્રોચ્ચાર થયા

  • June 23, 2023 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સરકાર દ્વારા લાગુ કરાયેલી ન્યુ પેન્શન સ્કીમ નો કર્મચારીઓ દ્વારા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેતૃત્વ હેઠળ ઠેર ઠેર સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પેન્શન એ રિટાયરમેન્ટ પછી કર્મચારીઓ અને તેઓ નો પરિવાર આર્થિક સહાયથી સ્વમાન સાથે વૃધ્ધાવસ્થાનું જીવન વ્યતીત કરી શકે એ માટે એક માત્ર સહારો છે.



 કર્મચારી પોતાના જીવન નો મહત્વ નો સમય રેલ સેવામાં સમર્પિત કરે છે સામાજિક જીવન, પારિવારિક જીવન, સ્વાસ્થ્ય અને એવી જીવન ની અનેક પ્રકારની પરિસ્થિતિ સાથે બાંધછોડ કરી પોતાની રેલ સેવા પ્રત્યે ફરજ બજાવતા રહ્યા છે ત્યારે પેન્શન એ કર્મચારીઓનો હક છે, વૃધ્ધાવસ્થાની સુરક્ષા વ્યવસ્થા છે. આવી વાસ્તવિક જીવનની સ્થિતિને તાર્કિક રીતે નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલવે મેન્સનાં મહામંત્રી ડો એમ રાઘવૈયાજી વારંવાર રજુઆત કરી કર્મચારીઓ ને તેમનો હક અપાવવા રજૂઆત કરી રહ્યા છે



 આ સંઘર્ષ માં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ના મહામંત્રી આર જી કાબર, પ્રમુખ શરિફખાન પઠાણ, વર્કિંગ જનરલ સેક્રેટરી હિરેન મહેતા, વર્કિંગ પ્રમુખ અજયસિંગના માર્ગદર્શન હેઠળ સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં રેલ કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. "NPS બંધ કરો, OPS લાગુ કરો", "NPS કર્મચારીઓ કે સાથ ધોખા હૈ", "પુરાની પેન્શન યોજના અમારો હક છે જે લઇ ને રહીશું", "જો પેન્શન સ્કીમ લાગુ કરેગા વો હી દેશ પર રાજ કરેગા" જેવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રહ્યા છે. NFIR/WRMS ની કર્મચારીઓના પેન્શન હક માટેની આ અવિરત લડાઇ રાજકોટ ડિવિઝનમાં પણ હિરેન મહેતા ડિવિઝનલ સેક્રેટરીના નેતૃત્વ હેઠળ હિમાંશુભાઈ જાદવ, રસુલ મલિક, આર એચ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિષ્ણુ દાન ગઢવી મહેન્દ્રસિંહ જાડેજા, અમિત ભાર્ગવ, અભિષેક રંજન, બીપીનભાઈ વ્યાસ, મનીષભાઈ મહેતા, જયેશ ડોડીયા, શૈલેષ ભટ્ટ, જયરાજસિંહ જાડેજા, ક્લેમેટ મચાડો, સીજુ પિલ્લાઈ, મયુર સિંહ, ડી એસ શર્મા, હરદેવસિંહ જાડેજા ઝાકીર જામ, કેતન ભટ્ટી, હિતેશ પરમાર, હર્ષદ, રાકેશ સીંગ, હરેશ અમદાવાદી, અંકીત મેહતા, ચંદ્રેશ રાઠોડ, જતિન જોશી તથા મહિલા વિંગમાં અવની ઓઝા, ધર્મિષ્ઠા થોરિયા, પુષ્પા ડોડીયા, ધર્મિષ્ઠા પૈજા, જયશ્રીબેન, સોલંકી, વિક્રમ બા, જ્યોતિ મેહતા, દિના વ્યાસ,જ્યોતિ પંડિત, હિનાબેન તથા અન્ય રેલ કર્મચારીઓ ન્યૂ પેન્શન સ્કીમ ના વિરોધ પ્રદર્શન જોડાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application