રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું હતું અને તેના કારણે ધુમ્મસ છવાયું હતું. આ ઉપરાંત આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો છવાઈ જતા ધાબડિયું વાતાવરણ આજે સવારે રહ્યું હતું.
આજે સવારે દ્વારકામાં 95 ઓખામાં ૯૦ પોરબંદરમાં 91 અને વેરાવળમાં 86% ભેજ નોંધાયો છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ 75 થી 90 ટકા જેટલો ભેજ રહેવા પામ્યો છે.
ધુમ્મસ અને વાદળિયા વાતાવરણ વચ્ચે પણ ગરમીનું જોર યથાવત રહ્યું છે. રાજકોટ સુરેન્દ્રનગર ડાંગ ભુજ ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટમાં 35.4 સુરેન્દ્રનગરમાં 35.3 ડાંગમાં 35.4 ભુજ અને ગાંધીનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. ભાવનગરમાં 32.2 નલિયામાં 31.3 પોરબંદરમાં 33.5 વેરાવળમાં 33.2 મહુવામાં 33.2 કેશોદમાં 34.6 જામનગરમાં 32.2 અને કંડલામાં 31.2 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
આજના લઘુતમ તાપમાનમાં પણ સામાન્ય વધારો થયો છે અને રાજકોટમાં 19.7 નલિયામાં 19.8 ભાવનગરમાં 20.7 દ્વારકામાં 22.1 ઓખામાં 22.4 પોરબંદરમાં 18.8 વેરાવળમાં 20.7 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં 21 ડીસામાં 19.7 વડોદરામાં 20.2 અને સુરતમાં 20.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
વેસ્ટર્ન હિમાલયન રિજીયનમાં આજે પણ રાતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર શરૂ થઈ જશે અને હિમવર્ષા તથા વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જમ્મુ કાશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ ઝારખંડ રાજસ્થાન હરિયાણા દિલ્હી પંજાબ સહિત અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે આસામ મેઘાલય મણીપુર મિઝોરમ નાગાલેન્ડ અરુણાચલ સહિતના પૂર્વોતરના રાજ્યોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech