કન્યા કેળવણીના ધામ તરીકે ગુજરાતભરમાં પ્રચલિત કણવર ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની જન્મભૂમિ જામકંડોરણામાં તેમના પુત્ર અને ભાજપના યુવા નેતા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્રારા આગામી તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ૫૩૧ દિકરીઓના ભવ્ય સમુહ લગ્નોત્સવ 'પ્રેમનું પાનેતરનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્યસ્મૃતિમાં યોજાનાર આ ૯માં શાહી સમુહ લગ્નોત્સવમાં આ વર્ષે પણ હવેલી જેવો વિશાળ અને ભવ્યાતિભવ્ય સેટ ઉભી કરવામાં આવ્યો છે. ૫૨૧ લ મંડપો, તથા એમના અને થીમના સ્ટેજ પ્રોગ્રામ માટે ૭૫ વિઘા જમીનમાં તથા પાકિગ, જમણવાર સહિતની વ્યવસ્થા માટે ૧૨૫ વિઘા જમીનમાં તૈયારીઓ કરવામાં આવી છે.
આ ઐતિહાસિક સમુહ લોત્સવ અંગે માહિતી આપતા ભાજપના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ ભવ્ય સમુહલોત્સવમાં ગુજરાતભરમાંથી ગરીબ પરિવારના ૫૧૧ દિકરા–દિકરીઓને ગૃહસ્થ જીવનમાં પ્રસ્થાન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ શરૂ કરેલી સમાજ સેવાની આ પરંપરા આગળ ધપાવવા સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજના લોકો અને તાલુકાની ૪૨ સંસ્થાઓ સહિયારા ભગીરથ પ્રયાસો કરી રહી છે. અને દર વર્ષે આ સેવાકાર્ય વધુને વધુ વિસ્તરી રહ્યું છે.
જામકંડોરણાની બજારમાં ૫૧૧ જાનના સામૈયા એક અવિસ્મરણીય પ્રસગં બની સહેશે વરરાજાઓના સામૈયા માટે ગીર સફારીની ખુલ્લ ી જીપોથી માંડી વિન્ટેજ કાર સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે.
જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, આ સમુહ લગ્નોત્સવમાં લગ્ન ગ્રંથીથી જોડાનાર દરેક યુગલના પરિવારોને કોઈપણ સંખ્યાની મર્યાદા વગર આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સમગ્ર જામકંડોરણા તાલુકાના લેઉવા પટેલ સમાજને પણ નોતરા આપવામાં આવ્યા છે. આ સિવાય વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને આમંત્રણ માટે ૮૦,૦૦૦ કંકોત્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમમાં દોઢથી બે લાખ લોકોના જમણવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લ મંડપથી માંડી જમણવાર અને પાકિગ તથા ટ્રાફિક સહિતની વ્યવસ્થા માટે જામકંડોરણા તાલુકાના જ ૧૦,૦૦૦ સ્વયંસેવકો છેલ્લ ા ૧૫ દિવસથી જહેમત ઉઠાવી રહ્યા છે.
આ સમુહ લગ્ન માં જોડાઈને ગૃહસ્થ જીવનનો પ્રારભં કરનાર દિકરીઓને કરિયાવર માટે દાતાઓએ મન મુકીને દાનનો ધોધ વહાવ્યો છે અને તેના કારણે દરેક દિકરીને અંદાજે ા. ૩ લાખની કિંમતની ૧૨૦ ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવનાર છે. સાથો સાથ દરેક દિકરીને શ્રીમદ ભગવદ ગીતા પણ ભેટ આપવામાં આવશે. કરિયાવરમાં પરગૃહસ્થિનું તમામ ફર્નિચર–રાચરચીલું આપવામાં આવનાર છે. વ્યવસ્થા જાળવવા માટે કરિયાવરની ચીજવસ્તુઓ લોત્સવ પહેલા જ જે તે કન્યાના સાસરિયામાં પહોંચાડવાની વ્યવસ્થા પણ જામ કંડોરણા છાત્રાલય દ્રારા કરવામાં આવી છે. દિકરીઓને ફ્રીઝ, ટીવી, બેડ, સોફા–સેટ, કભાટ, ટિપોઈ, ગાદલા, ઓસીકા, સોનાના દાણા, મંગળસુત્ર, રજવાડી ચેઈન વીથ પેન્ડલસેટ, ચાંદીનો તુલસીનો કયારો, સાંકળા, કંદોરો, ચાંદીની લમીજીની પ્રતિમા, ગણપતિજીની પ્રતિમા, કંકાવટી, ગાય, મિકસર, બ્લેન્ડર, ટીસ્ટર સહિતની જીવનજરી ચીજવસ્તુઓ ઉપરાંત વરરાજાની શેરવાની ચુડી, સાફા, સાલ, માળા, મોજડી તથા કન્યાના પાનેતર, સલવાર સુટ, ડિઝાઈનર સાડીઓ, કપલ રિસ્ટવોચ વિગેરે પણ કરિયાવરમાં આપવામાં આવનાર છે.
જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય સહિતની સંસ્થાઓ દ્રારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં નવમા શાહી સમુહ લોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જામકંડોરણાના કાલાવડ રોઠ પર આવેલ હંસરાજભાઈ સવજીભાઈ રાદડિયા લેઉવા પટેલ વિધાર્થીભવન ખાતે વેઉવા પટેલ સમાજની ૫૧૧ દિકરીના ભળ લોત્સવને સફળ બનાવવા મુખ્ય નિમંત્રક જયેશભાઈ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, પ્રેમનું પાનેતર લોત્સવ સમારોહના મુખ્ય દાતા મુળ જામકંડોરણાના અને હાલ સુરત નિવાસી ઉધોગપિત રમેશભાઈ વલ્લ ભભાઈ ગજેરા તથા પરસોતમભાઈ (દાસભાઈ) વલ્લ ભભાઈ ગજેરા છે. યારે અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે જયારે ઉધ્ઘાટક તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, સુરતના ડાયમડં ઉધોગપતિ વસંતભાઈ ગજરા, સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના પિતા હંસરાજભાઈ રાદડિયા, કેબીનેટ મંત્રીની રાઘવજીભાઈ પટેલ, જેતપુરના ઉધોગપતિના રાજુભાઈ હિરપુર તેમજ સુરતના ભકિતગૃપના રમેશભાઈ ગજેરા અને સોમનાથ ઈન્ફ્રા.ના પરસોતમભાઈ ગજેરા ઉપસ્થિત રહેશે.
આ સિવાય લેઉવા પટેલ સમાજના સમગ્ર સૌરાષ્ટ્ર્ર–ગુજરાતભરમાંથી રાજકીય, સામાજીક આગેવાનો, ઉધોગકારો તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિકરીઓને આશિર્વાદ આપવા જામકંડોરણાના આંગણે ઉપરિસ્થત રહેનાર છે.
આ ઐતિહાસિક સમુહલોત્સવને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયા ઉપરાંત ઉપપ્રમુખ ગોવિંદભાઈ રાણપરિયા, ખજાનચી વિઠ્ઠલભાઈ બોદર, માનદ મંત્રી નિલેષભાઈ ભાલધા, બાંધકામ સમિતિના ચેરમેન કન્યા છાત્રાલય મોહનભાઈ કથિરિયા, કુમાર છાત્રાલય બોરકામ સમિતિના ચેરમેન ધનજીભાઈ બાલધા તેમજ ટ્રસ્ટીઓ જયતિલાલ પાનસુરિયા, અરવિંદભાઈ તાળા, મનસુખભાઈ સાવલીયા, જમનભાઈ ભાલધા, અશોકભાઈ બાલધા, રમેશભાઈ ખીચડિયા, મનોજભાઈ રાદડિયા, જસમતભાઈ કોયાણી, કિરણભાઈ કોયાણી, કરશનભાઈ બાલધા, બચુભાઈ બાલપા, દામજીભાઈ બાલધા, વીરજલાલ ગજેરા, વિનોદરાય પાનસુરિયા, જીવરાજભાઈ સતાસીયા, વલ્લ ભભાઈ કોટડિયા, નાથાભાઈ રૈયાણી, પીરજલાલ સતાસીયા, છગનભાઈ સાવલીયા, ઝવેરભાઈ ભંડેરી, ભોવાનભાઈ વાગડિયા, હરિલાલ રાજપરા, વલ્લ ભભાઈ કાછડિયા, જમનભાઈ વાદી, નાથાભાઈ તાળા, લાલજીભાઈ ડોબરિયા, ધીરજલાલ પોકિયા, હરસુખભાઈ વેકરિયા, ગોપાલભાઈ વઘાસીયા, ભીખાભાઈ અજુડિયા, મનસુખભાઈ રેણપરા, જગદીશભાઈ પીપળીયા, વલ્લ ભભાઈ પાપરા, બાવનજીભાઈ પાદરિયા, સવજીભાઈ સોરઠિયા, છગનભાઈ ઘાડિયા, રણછોડભાઈ પોકિયા, વેલજીભાઈ પટોડિયા, ભગવાનજીભાઈ ગીણોયા, રામજીભાઈ બાલધા, ધરમશીભાઈ સાવલીયા, વ્રજલાલ સતાસિયા, લાલજીભાઈ વેકરિયા, ભગવાનજીભાઈ બાલધા, દિપકભાઈ બાલધા, મહેશભાઈ સેંજલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે"
ખાસ આરોગ્યલક્ષી સેવાઓ ઊભી કરાઇ
લગ્ન સમારોહ દરમિયાન ઇમરજન્સી સારવાર માટે રાજકોટની ઓમેગા હોસ્પિટલ તેમજ જામકંડોરણાની સરકારી હોસ્પિટલ સહિતના નિષ્ણાતં તબીબો સેવા આપશે. ઓમેગા હોસ્પિટલનાં સ્ટાફ દ્રારા જરિયાતમદં લોકોના ડાયાબિટિસ અને બલડ પ્રેસર તપાસી દેવાશે.
લગ્નોત્સવ ત્સવના દિવસે માંગલિક પ્રસંગો
જામકંડોરણાના લેઉવા પટેલ વિધાર્થી ભવનમાં ૫૧૧ દીકરીના સમુહલોત્સવ માટે ઉભા કરાયેલા વિશાળ સમિયાણામાં બપોરે ૨:૩૦ વાગ્યે જાન આગમન થશે ૩ વાગ્યે ભવ્ય વરઘોડામાં વર કન્યાના પરિવારજનો શરણાઈ–બેન્ડના તાલે ઝુમશે, સાંજે ૪ વાગ્યે દાતાઓનો સત્કાર સમારભં તેમજ આશિર્વચન, સાંજે ૫ વાગ્યે હસ્ત મેળાપ, ૬ વાગ્યે ભોજન સમારંભ, ૮ વાગ્યે કન્યાઓને ભાવભેર વિદાયમાન અપાશે. લગ્નોત્સવત્સવ દરમિયાન ઉર્વશીબેન રાદડિયા ગ્રૂપ દ્રારા લગ્ન ગીતોની રમઝટ બોલાવશે.
શુક્રવારે ભવ્ય રાસોત્સવ
લાડકડીના લગ્નોત્સવત્સવ પહેલા એટલે કે તા. ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સાંજે ૮ વાગ્યે ગીતાબેન રબારી તથા તેના ગૃપ દ્રારા ભવ્ય રાસોત્સવનું લસ્થળે આયોજન કરાયું છે. જેનો લાભ લેવા આયોજકગણે અનુરોધ કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુરમાં બે જુથ વચ્ચે બબાલ: સામ સામી ફરીયાદ
January 24, 2025 01:00 PMજામનગરમાં 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન 15.5 ડીગ્રી
January 24, 2025 12:58 PMધ્રોલ નગરપાલિકાના અણઘડ વહીવટ અને થતાં અન્યાય બાબતે આપ જિલ્લા પ્રમુખ દ્વારા આવેદન
January 24, 2025 12:53 PMજામ્યુકોનું બજેટ 1500 કરોડથી વધુ રહેવાની ધારણાં: વેરામાં ખાસ વધારો હશે નહી
January 24, 2025 12:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech