રાજયભરની યુનિવર્સિટીઓના સ્ટાફ તથા વિધાર્થીઓએ હેલમેટ પહેરવી ફરજિયાત

  • November 20, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજયમાં હેલમેટ ફરજીયાત કે અમલીકરણ માટે હાઈકોર્ટનું કડક વલણ છે. રાયમાં દ્રીચક્રી વાહનો લઈને નીકળતા લોકોમાં હેલમેટ જાગૃતિ સાથે અમલ કરાવવા પોલીસ દ્રારા ચેકીંગ ડ્રાઈવ થતી રહે છે. હવે રાયભરમાં સરકારી, ખાનગી યુનિવર્સિટીઓમાં સ્ટાફ તથા વિધાર્થીઓ માટે હેલમેટ ફરજીયાત પહેરવાનું રાયના પોલીસ વડા દ્રારા ફરમાન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાયની તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સલરને સંબોધીને ડીજીપી કચેરી દ્રારા હેલમેટ ફરજીયાત પહેરવા બાબતે પત્ર લખાયા છે. જેમાં ગત વર્ષે ૨૦૨૩માં માર્ગ અકસ્માતમાં ૭૮૫૪ લોકોના મૃત્યુ થયા હતા જે પૈકી ૨૭૬૭ વાહન ચાલકોએ હેલમેટ પહેર્યા ન હતા. અકસ્માતમાં મૃત્યુ પામનારા પૈકી ૨૦૮૨ વ્યકિત ૨૬ વર્ષથી ઓછી ઉંમરના હતા. જે ઉંમર મહત્વપણે શૈક્ષણીક વય કે, શૈક્ષણીક સંકુલોમાં કોઈને કોઈ અભ્યાસ કરતા વિધાર્થીઓની હોઈ શકેનું તારણ બંધાયું હતું.
મોટર વાહન અધિનિયમન ૧૯૮૮ની કલમ ૧૨૯ મુજબ દ્રીચક્રી વાહનના ચાલક તથા પાછળ બેઠેલા વ્યકિતએ હેલમેટ પહેરવું ફરજીયાત હોય અને હાઈકોર્ટમાં પણ આ બાબતે સુઓમોટો રીટ પીટીશન દાખલ થઈ છે જે અંતર્ગત હાઈકોર્ટે પણ હેલમેટ અમલવારી કરવા જણાવ્યું છે.
રાયભરમાં શૈક્ષણીક સંકુલોમાં જતા યુવા વયના વિધાર્થીઓ કે જે ટુ વ્હીલર્સ પર જાય છે. તેઓેએ હેલમેટ ફરજીયાત પહેરવા તેમજ શૈક્ષણીક સંસ્થાઓ, યુનિવર્સિટીઓના કર્મચારીઓએ પણ હેલમેટ પહેરવા માટે ડીજીપી દ્રારા સુચના સાથે સહકાર આપવા કહેવાયું છે. રાયભરમાં તમામ સરકારી કચેરીઓમાં પણ હેલમેટ અમલવારી કરાવવા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application