સૌ. યુનિ.ને રાજય અને રાષ્ટ્ર્રીય કક્ષાએ અગ્રેસર બનાવીશું: કુલપતિ

  • January 11, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ૧૮ માં કુલપતિ તરીકે ગુજરાત યુનિવર્સિટીના ડોકટર ઉત્પલ જોષીએ વિધિવત પોતાનો ચાર્જ સંભાળી લીધો છે અને સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને રાય તથા રાષ્ટ્ર્રીય કક્ષાએ અગ્રેસર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યેા છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ માતા સરસ્વતીનું પૂજન કરી અને પ્રથમ કુલ ગુ ડોલરરાઇ માકડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ સર્વ ધર્મ પ્રાર્થના પણ કરી હતી અને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીને રાય અને રાષ્ટ્ર્રીય કક્ષાએ અગ્રેસર બનાવવાનો મારો સંકલ્પ છે.યુનિવર્સિટીમાં વિધાર્થીઓને કેન્દ્રમાં રાખીને કામ કરવાની મારી પ્રાથમિકતા રહેશે. શિક્ષણ અને સંશોધનને પ્રાધાન્ય આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી એ મારી શિક્ષણ અને હવે કર્મભૂમિ બની છે તે બાબતે આનદં વ્યકત કરતા નવા કુલપતિ ઉત્પલ જોશી એ જણાવ્યું હતું કે રાય સરકારે મારામાં વિશ્વાસ મૂકીને આ મહત્વની જવાબદારી સોંપી છે તે નિાપૂર્વક પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશ.
નવા કુલપતિએ ચાર્જ સંભાળ્યો ત્યારે ઇન્ચાર્જ કુલપતિ ડોકટર કમલસિંહ ડોડીયા કુલસચિવ રમેશભાઈ પરમાર બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકિઝકયુટિવ કાઉન્સિલ અને એકેડેમીક કાઉન્સિલના સભ્યો ભવનના વડાઓ યુનિવર્સિટીના અન્ય અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવા કુલપતિ શુક્રવારે જ ચાર્જ સંભાળી રહ્યા છે તેવી સૂચના આવતા કુલ સચિવે આ સંદર્ભે એક પરિપત્ર બહાર પાડીને તમામ અધિકારીઓ કર્મચારીઓ ભવનના વડાઓ વિધાર્થીઓ વગેરેને બપોરે ૩–૪૫ વાગ્યે કેમ્પસમાં આવેલ સરસ્વતી માતાજીના મંદિર પાસે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. બપોરે ૩– ૪૫ વાગે સરસ્વતી માતાજીના દર્શન, પ્રથમ કુલગુને ફુલહાર કર્યા પછી બપોરે ૦૪:૧૦ મિનિટે નવા કુલપતિએ વિધિવત રીતે ઇન્ચાર્જ કુલપતિ પાસેથી ચાર્જ સંભાળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application