સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનારજીસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ અને કુલપતિ સામે ૬ કરોડ રૂપિયાના બદનક્ષીના દાવો કરીશું : નેહલ શુકલ

  • February 02, 2023 11:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનારજીસ્ટાર વિરુદ્ધ બદનક્ષી બદલ 5 કરોડ અને કુલપતિ સામે ૬ કરોડ રૂપિયાના બદનક્ષીના દાવો કરીશું : નેહલ શુકલ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા બીકોમ અને બીબીએના પેપરલીક મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એચ.એન.શુક્લ કોલેજ સામે ફરિયાદ નોંધાયા બાદ રાજકારણ ગરમાયું છે. કોલેજના કર્મચારી જીગર ભટ્ટ પર આક્ષેપ અને ફરિયાદ બાદ એચ.એન.શુક્લ કોલેજના સંચાલક નેહલ શુક્લએ  પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નેહલ શુક્લએ કહ્યું કે પેપરલીક કાંડમાં એચ.એન.શુકલ કોલેજ તથા કર્મચારીને કોઈજ લેવા દેવા નહીં. યુનિવર્સિટીના રજીસ્ટ્રાર સામે ૫ કરોડ અને ઇન્ચાર્જ કુલપતિ સામે ૬ કરોડ રૂપિયાના બદનક્ષીના દાવો દાખલ કરવાની જાહેરાત કરી હતી.
​​​​​​​

નેહલ શુક્લએ ઇન્ચાર્જ કુલપતિ પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે કુલપતિ તરીકેનો ગિરીશ ભિમાણીએ ચાર્જ લીધા બાદ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને માત્ર પરિણામ બનાવવા પુરતો મર્યાદિત કરી દીધો છે.સામાન્ય રીતે યુનિવર્સિટીની કેન્દ્રીય વ્યવસ્થા હોય છે તેના બદલે જિલ્લા પ્રમાણે રિસીવીંગ સેન્ટર ઉભા કરીને રૂપિયા પડાવવાનો કારસો રચ્યો છે. આ રિસીવીંગ સેન્ટરમાં પેપર બે ત્રણ દિવસ પહેલા પહોંચી જાય છે જેથી પેપર લીક થવાની પુરી શક્યતા છે. એ પરિક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા બંધ કરવા,સ્કોર્ડ બંધ કરવા સહિતના નિર્ણયો લીધા છે જેને પરીક્ષા વિભાગની કામગીરીને ખોંખલી બનાવી દીધી છે. યુનિવર્સિટીનું પેપર લીક થયું ત્યારબાદ તરત જ યુનિવર્સિટી પેપરનું કવર લેવા પહોંચી હતી અને ત્યારે વિડીયોગ્રાફી સાથે આ પ્રશ્નપત્રનું કવર પરત આપવામાં આવ્યું છે.

એટલું જ નહિ દરેક પેપર સેટ થાય ત્યારે તેમાં એકસાથે ત્રણ પેપર તૈયાર કરવામાં આવતા હોય છે ત્યારે જો એક પેપર લીક થયાના સમાચાર આવે તો તુરંત જ બીજું પેપર મોકલીને વિધાર્થીઓના હિતમાં પરીક્ષા લેવાની જરૂર હતી પરંતુ યુનિવર્સિટી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આ પરીક્ષા રદ્દ કરી હતી. યુનિવર્સિટી દ્રારા અમારી સાથે રાજકીય કિન્નાખોરી હોવાને કારણે પહેલાથી જ અમને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.સુપ્રિમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં એક જ ફરિયાદની બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઇ છે.આ અંગે આગામી દિવસોમાં કાયદાકીય લડાઇ કરવામાં આવશે અને ભાજપ ના મવડી મંડળને જાણ કરવામાં આવશે તેવો દાવો કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application