બજેટ પર તેમની પ્રતિક્રિયા વ્યકત કરતા, કર્ણાટકના કોંગ્રેસના નેતા ડીકે સુરેશે જયારે ભંડોળ આપવાની વાત આવે છે, ત્યારે દક્ષિણ ભારતને હંમેશા અવગણવામાં આવે છે. આ આખરે તેમને દેશના દક્ષિણી ભાગ માટે અલગ દેશની માંગ કરવા માટે મજબૂર કરશે તેમ કહીને વિવાદ છેડો હતો. જોકે બાદમાં તેમણે સ્પષ્ટ્રતા કરીને થૂંકેલું ચાટવાનો પ્રયાસ કર્યેા હતો.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ડીકે સુરેશે કહ્યું, હતું કેન્દ્ર સરકાર ફડં ફાળવતી વખતે દક્ષિણ ભારતની અવગણના કરી રહી છે. તેઓ ઉત્તર ભારત, ખાસ કરીને હિન્દી હાર્ટલેન્ડને વધુ ભંડોળ ફાળવે છે. આ બદલાતું નથી અને જો આમ જ ચાલતું રહેશે તો તે આપણને હિન્દીના હાર્ટલેન્ડથી અલગ થવા અને અલગ દેશની માંગ કરવા માટે ઉશ્કેરશે. આપણે જે લાયક છીએ તે મેળવવું જોઈએ.
બાદમાં આ અંગે સ્પષ્ટ્રતા કરતા ડીકે સુરેશે કહ્યું કે તેઓ ગૌરવસભર ભારતીય અને કોંગ્રેસમેન તરીકે ભારતની એકતા અને અખંડિતતા સાથે ઉભા છે. તેમણે કહ્યું, એક ગૌરવપૂર્ણ ભારતીય અને એક ગૌરવપૂર્ણ કન્નડીગા છું. દક્ષિણ ભારત અને ખાસ કરીને કર્ણાટકને સંપત્તિ વિતરણમાં અન્યાયની નિર્દયતાનો સામનો કરવો પડો છે. જીએસટી ફાળો આપનાર બીજા ક્રમનું સૌથી મોટું રાય હોવા છતાં, કેન્દ્ર કર્ણાટક અને દક્ષિણના રાયો પર કર લાદી રહ્યું છે. ભારત સાથે સંપૂર્ણ અન્યાય છે, યારે ગુજરાત જેવા રાયોમાં ૫૧ ટકાનો વધારો જોવા મળ્યો છે. જો આ અન્યાય નથી તો શું છે?
તે જ સમયે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ડીકે સુરેશ પર નિશાન સાધ્યું અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસ પાર્ટી વિભાજનની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું, એક સમયે કોંગ્રેસ સરદાર પટેલ જેવા નેતાઓની પાર્ટી હતી, જેમણે ભારતને વૈવિધ્યસભર પરંતુ એકીકૃત રાષ્ટ્ર્રમાં પરિવર્તિત કરવાનું કામ કયુ હતું. આજની રાહત્પલ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના ભાઈ ડીકે સુરેશ જેવા લોકો કરે છે, જેઓ ભ્રષ્ટ્રાચારના આરોપી છે, જે જામીન પર બહાર છે. તેમનો એજન્ડા ઉત્તર–દક્ષિણ સંઘર્ષ અને તુષ્ટ્રિકરણની રાજનીતિ દ્રારા લોકોને વિભાજીત કરવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગારિયાધાર પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા બે યુવકના ઘટનાસ્થળે જ મોત
December 21, 2024 10:28 AMજૂનાગઢમાં ૧૧ મહિનામાં ૪૬૨૧ શહેરીજનો ડોગ બાઈટનો શિકાર
December 21, 2024 10:28 AMજૂનાગઢ જિલ્લામાં કાલે ૩૦ કેન્દ્રો પર રાજય વેરા નિરીક્ષક વર્ગ–૩ની પરીક્ષા
December 21, 2024 10:26 AMજૂનાગઢથી માધવપુર સુધી ૧૨૫ કિલોમીટરની સાયકલોથોન યોજાશે
December 21, 2024 10:21 AMરાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં સમરસ પેનલે બાજી મારી, બે પદ સિવાય તમામમાં વિજય
December 21, 2024 08:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech