રાજ્યના ખેડૂતોને સારા ઉત્પાદન માટે જિલ્લા ખેતીવાડી અધિકારીએ કેટલીક મહત્વની સલાહ આપી છે. આપણે આપણા પાકને રોગ-જીવાતથી બચાવી શકીએ છીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ.
જીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકમાં સંકલિત રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં-વાવણી સમયે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કેટલાક પગલાં લેવા સૂચન કરવામાં આવ્યા છે.
જે મુજબ, જીરૂનો કાળીયો અથવા કાળી ચરમી રોગના નિયંત્રણ માટે એક જ ખેતરમાં સતત જીરૂની વાવણી ન કરતાં પાક ફેરબદલી કરવી. સેન્દ્રિય ખાતર તેમજ ભલામણ અનુસાર નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઉપયોગ કરવો.
સુકારો રોગના નિયંત્રણ માટે છાણીયું ખાતર ૧૦ ટન/હેક્ટર અથવા દિવેલીનો ખોળ અથવા રાયડાનો ખોળ આપવું અથવા ૫ કિલોગ્રામ ટ્રાઇકોડર્મા હાર્જીયાનમને ૩ ટન છાણિયા ખાતર સાથે મીશ્ર કરી ૧૫ દિવસ સુધી સમૃધ્ધ કરી ૧ હેક્ટર માટે વાવણી સમયે જમીનમાં આપવું.
રોગ-જીવાત પ્રતિકારક જાતો જેવી કે ગુજરાત જીરૂ-૪ અને ગુજરાત જીરૂ-૫, ગુજરાત વરિયાળી ૨, ગુજરાત વરિયાળી ૧૧, ગુજરાત વરિયાળી ૧૨, ગુજરાત મેથી ૨ અને જી.એમ.-૪ (સુપ્રિયા), ગુજરાત ધાણા ૨, ગુજરાત ધાણા-૪ (જી.સીઓઆર ૪:સોરઠ સુગંધ) અને ગુજરાત સુવા ૩ જેવી જાતોનું વાવેતર કરવું.
ભેજવાળું વાતાવરણ કાળી ચરમી માટે ખૂબ જ સાનુકૂળ હોવાથી રાઈ, ઘઉં અને રજકા વિગેરે પાણીની વધુ જરૂરિયાતવાળા પાકોની બાજુમાં જીરૂનું વાવેતર કરવાનું ટાળવું અથવા યોગ્ય અંતર રાખીને વાવેતર કરવું. રોગ નિયંત્રણ માટે વાવણી પહેલાં બીજને ૩ ગ્રામ થાયરમ અથવા ૩ ગ્રામ કાર્બેન્ડેઝીમ ફૂગનાશક દવાનો એક કિલો બીયારણ પ્રમાણે પટ આપવો.
જીરૂના કાળી ચરમી રોગના નિયંત્રણ માટે પુંખીને વાવેતર કરવાને બદલે ૩૦ સેમીના અંતરે ચાસમાં વાવણી કરવી અને પિયત બાદ આંતર ખેડ કરવી. પિયત માટે કયારા ખૂબ જ નાના અને સમતલ બનાવવા જોઈએ જેથી એક સરખું અને હલકું પિયત આપી શકાય.
વરિયાળીમાં મૂળનો કોહવારો અથવા થડનો સડો રોગના નિયંત્રણ માટે ધરૂને ફેરરોપણી કરતાં પહેલાં ૪૦ ગ્રામ ત્રાંબાયુક્ત દવાનું ૧૦ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ધરૂને દ્રાવણમાં બોળીને વાવવા, વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) / નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુમરા સમાજ દ્વારા 11 દિકરીના સમુહ લગ્ન તથા 11 મી શરીફનું આયોજન કરવામાં આવ્યું
November 26, 2024 08:21 PMશિયાળાની ઋતુમાં પાકને જીવાતોથી બચાવવાની સરળ રીત...જાણી લો
November 26, 2024 07:57 PMજીરૂ, વરીયાળી, ધાણા, મેથી, અજમો અને સુવાના પાકને રોગ-જીવાતથી બચાવવાના ઉપાયો
November 26, 2024 07:55 PM'આપણું બંધારણ આપણા વર્તમાન અને ભવિષ્ય માટે માર્ગદર્શક', પીએમ મોદીએ 26/11ના હુમલાને પણ કર્યો યાદ
November 26, 2024 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech