રાજકોટના મોઢુકા હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠાની પાઈપલાઈનના રિપેરિંગના કામના કારણે વિંછીયા અને જસદણ તાલુકાના 60 જેટલા ગામોમાં ત્રણ દિવસ માટે પાણી પુરવઠો બંધ રહેશે.
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના જણાવ્યા મુજબ તા. 22 નવેમ્બરથી તા. 24 નવેમ્બર સુધી મોઢુકા હેડવર્ક્સ ખાતે પાણી પુરવઠાની પાઈપલાઈનનું રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી દરમિયાન વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ આવતા કુલ 60 ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે.
આ અંગે બોર્ડ દ્વારા ગ્રામજનોને અગાઉથી જાણ કરવામાં આવી છે. રિપેરિંગનું કામ પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે.
વિંછીયા-જસદણ પંથકના 60 ગામમાં નહીં મળે પાણી
રાજકોટ જિલ્લાના મોઢુકા હેડવર્ક્સ ખાતે વિવિધ પાઈપલાઈનની કામગીરી હોવાથી તા. 22 નવેમ્બરથી તા. 24 નવેમ્બર સુધી શટડાઉન હોવાથી વિંછીયા તાલુકા તથા જસદણ તાલુકાના મોઢુકા હેડવર્ક્સ આધારીત વિંછીયા જૂથ અને ભડલી જૂથ હેઠળ ૬૦ ગામોમાં પાણી પુરવઠો બંધ રહેશે. જે રીપેરીંગ કર્યા બાદ કાર્યરત કરવામાં આવશે. તેમ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેલ્મેટ ફરજિયાત! યુનિવર્સિટીઓમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે ડીજીપીનું ફરમાન
November 19, 2024 10:20 PMવિંછીયા-જસદણના 60 ગામોમાં ત્રણ દિવસ પાણી પુરવઠો રહેશે બંધ...જાણી લેજો તારીખ
November 19, 2024 08:11 PMયુક્રેને શરૂ કર્યો યુદ્ધનો નવો તબક્કો! રશિયા પર પ્રથમ વખત લાંબા અંતરની અમેરીકાની ATACMS મિસાઇલ છોડી
November 19, 2024 07:16 PMમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech