કેદારનાથમાં પાણીની પાઈપલાઈન જામ,હિમાચલમાં 134 રસ્તા બંધ

  • December 27, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 નૈનીતાલમાં પણ નવા વર્ષ અને હિમવર્ષના આનંદ માણવા પ્રવાસીઓની ભીડ જામવા લાગી છે. ભીડને નિયંત્રણમાં રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હોટલના મોટા ભાગના રૂમ પહેલાથી જ બુક થઈ ગયા છે.બીજી તરફ હિમાચલ પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં હિમવષર્િ બાદ ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 134 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં કડકડતી ઠંડીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લામાં તાબો રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બની રહ્યું હતું, જ્યાં રાત્રિનું તાપમાન માઈનસ 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે અટારી અને લેહ સહિત ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો, કુલ્લુ જિલ્લામાં સાંજથી ઓટ, કિન્નૌર જિલ્લામાં ખાબ સંગમ અને લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં ગ્રામ્ફુ સહિત કુલ 134 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા.તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં અતિશય ઠંડીની સાથે આજે વરસાદ પણ પડતાં માહોલ ઔર ઠંડો બની ગયો છે.આજકાલ પ્રતિનિધિ
ઉત્તરાખંડ
ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓના ઊંચાઈવાળા વિસ્તારોમાં સતત હિમવષર્િ થઈ રહી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં ઠંડીની તીવ્રતા વધી રહી છે. કેદારનાથ ધામમાં દોઢ ફૂટ સુધી બરફ જમા થયો છે, જેના કારણે પુન:નિમર્ણિ કાર્યમાં લાગેલા મજૂરોએ ધીમે ધીમે સોનપ્રયાગ પરત ફરવાનું શરૂ કરી દીધું છે. કેદારનાથ ધામમાં રહેલા મજૂરો તીર્થ પુરોહિત, વહીવટી અને હોસ્પિટલની ઇમારતોની અંદર કામ કરી રહ્યા છે. જો ઠંડીની તીવ્રતા વધશે તો બાકીના કામદારો પણ 10 જાન્યુઆરી પહેલા ડાઉનસ્ટ્રીમમાં પરત ફરશે. હાલમાં ધામમાં માત્ર 80 જેટલા મજૂરો બાંધકામના કામમાં રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application