શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા શાક્રીનગરમાં દેવરાજ વોટર સપ્લાય પ્લાન્ટ પાસે ગઈકાલે અહીં પ્લાન્ટના સંચાલકો અને ગ્રાહકો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષના મળી પાંચ વ્યકિતઓને ઈજા પહોંચી હતી તેમજ કાર અને પ્લાન્ટમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે સામસામી ફરિયાદના આધારે ૧૬ શખસો સામે રાઇટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મૂળ યુપીના વતની અને હાલ રાજકોટમાં અયોધ્યા ચોક પાસે સેફરોન એવન્યુમાં રહેતા અને મિક્રી કામ કરનાર વિશાલ રામકેવલ શર્મા (ઉ.વ ૨૨) દ્રારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કાના, રામ, રીક્ષા ચાલક અને ચાર અજાણ્યા શખસોના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેનો ભાઈ શ્યામલાલ અહીં ઘર પાસે દેવરાજ વોટર સપ્લાયના પ્લાન્ટે પાણીની બોટલ ભરવા માટે ગયો હતો. ત્યારે અહીં સંચાલક કાનાભાઈએ વાહન સાઈડમાં લેવાનું કહ્યું હતું દરમિયાન અહીં રીક્ષા આવતા તેણે યુવાનના વાહન સાથે ટક્કર મારી હતી જેમાં વાહનમાં નુકસાન થતા તે નુકસાનીનો ખર્ચ માંગતો હતો. દરમિયાન પ્લાન્ટ સંચાલક અને આ રીક્ષા ચાલકે બંને ભાઈઓને ગાળો આપી મારમાર્યેા હતો. બાદમાં તે તેના સાથીદારોને લઈ અહીં સમાધાન માટે જતા આ શખસોએ તેમના પર હત્પમલો કરી યુવાન તેના ભાઈ રાકેશ તથા તેની સાથે રહેલા અર્જુનભાઈને માથામાં ધોકો મારી દેતા તે બેભાન થઈ ગયા હતા તેને હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે કારમાં પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. જે અંગે યુવાને આ ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે દેવરાજ વોટર સપ્લાયના સંચાલક કાનાભાઈ જગમલભાઈ સાટીયા (ઉ.વ ૪૫ રહે. રૈયાધાર દ્રારા વિશાલ શ્યામલાલ, રાકેશ, પ્રદીપ, અર્જુન તથા ચાર અજાણ્યા શખસો વિદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આરોપી વિશાલ અને તેનો ભાઈ શ્યામ અહીં પાણીની બોટલ લેવા આવ્યા હતા ત્યારે તેને તેને વાહન સાઈડમાં લેવાનું કહેતા બોલાચાલી કરવા લાગ્યા હતા. જેથી તેને બોટલો આપવાની ના કહેતા થોડીવાર બાદ આ બંને અન્ય આરોપીઓને લઈ અહીં લોખંડના પાઇપ તથા ધોકા લઈને આવ્યા હતા અને કહેતા હતા કે અમને બોટલ કેમ ભરવા ન આપી તેમ કહી ફરિયાદી તથા રામભાઈને આડેધડ મારવા લાગ્યા હતા તેમણે પ્લાન્ટમાં પણ તોડફોડ કરી કેરબા તોડી નાખ્યા હતા. દરમિયાન અહીં લોકો એકત્ર થઈ જતા આ શખસો નાસી ગયા હતા. જે અંગે પ્લાન્ટ સંચાલકની ફરિયાદ પરથી રાઇટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech