સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. જેનો વિડીયો તમિલનાડુની વિરુધુનગર લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને નીચે પડતા પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મુકવામાં આવી છે.
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયામાં લખ્યું કે બહાર પેપર લીકેજ, અંદર પાણી લીકેજ. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં તાજેતરનું પાણી લીકેજ, નવી ઇમારતમાં સમસ્યાઓને પ્રકાશિત કરે છે. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી, જ્યાં સુધી અબજો રૂપિયાથી બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલે છે ત્યાં સુધી આપણે જૂની સંસદમાં બેસવું જોઈએ. અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકાર હેઠળ બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની ડીઝાઇન છે કે શું?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech