નાણા મંત્રાલયે તમામ સરકારી બેંકોને ગોલ્ડ લોન આપવામાં દાખવતી અનિયમિતતા અંગે કડક ચેતવણી આપી છે. ભારતીય રિઝર્વ બેંકે ૪ માર્ચે એક આદેશમાં આઈઆઈએફએલ ફાયનાન્સ લિમિટેડને આવી લોન આપવા પર રોક લગાવી હતી. સોનાની કિંમતમાં ઝડપી વધારાને કારણે ગોલ્ડ લોન સાથે સંકળાયેલું જોખમ વધી ગયું છે. ગોલ્ડ લોન આપવાના મામલે બધુ બરાબર નથી. આ બાબત સરકારના ધ્યાને આવી છે. એવી ચિંતા વધી રહી છે કે સોનાની યોગ્ય રકમ કોલેટરલાઇઝ કર્યા વિના લોન આપવામાં આવી રહી છે. સોનાના ભાવમાં ઝડપી વધારાને કારણે આ સાથે સંકળાયેલું જોખમ વધી ગયું છે, કારણ કે કેટલીક બેંકોએ ટોપ–અપ લોન પણ આપવાનું શ કયુ છે. તેને જોતા મંત્રાલયે તમામ સરકારી બેંકોને એલર્ટ કરી દીધી છે. બેંકોને તેમના ગોલ્ડ લોન પોર્ટફોલિયોની તપાસ કરવા અને જરી હોય ત્યાં સમસ્યાઓ સુધારવા માટે કહેવામાં આવ્યું છે.ગોલ્ડ લોન સંબંધિત મામલામાં આરબીઆઈએ ૪ માર્ચે એક આદેશમાં આઈઆઈએફએલ ફાઈનાન્સ લિમિટેડને આવી લોન આપવાથી રોકી હતી. હકીકતમાં, ધિરાણ વધારવાની ઉતાવળમાં, કેટલીક બેંકોએ પૂરજોશમાં ગોલ્ડ લોન આપવાનું શરૂ કયુ છે.
પરીક્ષણ સુચના જારી
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોલ્ડ લોન પર વ્યાજ નક્કી કરવામાં અનિયમિતતાઓ ઉપરાંત, એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં લોનના તે જ દિવસે અથવા તેના થોડા દિવસો પછી રોકડ ચુકવણી દ્રારા એકાઉન્ટ બધં કરવામાં આવ્યું હતું. તેને જોતા મંત્રાલયે ગયા મહિને બેંકોને પત્ર મોકલ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું હતું કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી તેમના દ્રારા આપવામાં આવેલી ગોલ્ડ લોન સામે કોલેટરલ ગોલ્ડની સાચી રકમ લેવામાં આવી હતી કે નહીં.રીઝર્વ બેંકના નિયમો મુજબ વેલરીની કિંમત અને શુદ્ધતાની તપાસ કરવામાં આવી હતી કે નહીં. બેંકોને આ બે વર્ષમાં બધં કરાયેલા લોન ખાતાઓની પણ તપાસ કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈના નિયમો અનુસાર, ગોલ્ડ લોન આપતી બેંકો અથવા નાણાકીય કંપનીઓ વેલરીના મૂલ્યના ૭૫ ટકા સુધી જ લોન આપી શકે છે.
બેંકોની ગોલ્ડ લોનમાં ૧૭ ટકાનો વધારો
સોનાની કિંમતમાં ઝડપી વધારાને કારણે ગોલ્ડ લોન સાથે સંકળાયેલું જોખમ વધી ગયું છે. સોનાની કિંમતમાં પણ એક વર્ષમાં લગભગ ૧૭ ટકાનો વધારો થયો છે. તાજેતરમાં જ એમસીએકસ પર સોનાની કિંમત ૬૬૩૫૬ રૂપિયાની નવી ટોચે પહોંચી હતી.
નાણા મંત્રાલયે બેંકોને પત્ર મોકલ્યો
મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ગોલ્ડ લોન પર વ્યાજ નક્કી કરવામાં અનિયમિતતાઓ ઉપરાંત, એવું પણ જોવામાં આવ્યું છે કે ઘણા કિસ્સાઓમાં લોનના તે જ દિવસે અથવા તેના થોડા દિવસો પછી રોકડ ચુકવણી દ્રારા એકાઉન્ટ બધં કરવામાં આવ્યું હતું. તેને જોતા મંત્રાલયે ગયા મહિને બેંકોને પત્ર મોકલ્યો હતો.તેમને ૧ જાન્યુઆરી, ૨૦૨૨ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી તેઓએ જે પણ ગોલ્ડ લોન આપી છે તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું. બેંકોને એ જોવા માટે કહેવામાં આવ્યું છે કે આપવામાં આવેલી લોન સામે કોલેટરલ ગોલ્ડની સાચી રકમ લેવામાં આવી છે કે નહીં.
લોન ખાતાની તપાસ કરવા સુચના
રીઝર્વ બેંકના નિયમો મુજબ વેલરીની કિંમત અને શુદ્ધતાની તપાસ કરવામાં આવી હતી કે નહીં.બેંકોને આ બે વર્ષમાં બધં કરાયેલા લોન ખાતાઓની પણ તપાસ કરવા કહેવામાં આવ્યું છે. આરબીઆઈના નિયમો અનુસાર, ગોલ્ડ લોન આપતી બેંકો અથવા ફાઇનાન્સ કંપનીઓ વેલરીની કિંમતના ૭૫ ટકા સુધી જ લોન આપી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech