વોર્ડ નં.13માંથી જ કેમ ડ્રેનેજની ફરિયાદો વધુ આવે છે? સરપ્રાઇઝ વિઝીટ કરતા કમિશનર

  • July 27, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ ગઇકાલે ગોંડલ રોડ ઉપર પીડીએમ કોલેજથી મવડી સુધી અને ત્યાંથી ખોડિયારનગર વિસ્તાર સુધી ફેલાયેલા વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ અને ખોડિયારનગરમાં આવેલ આંગણવાડીની મુલાકાત કરી હતી. જ્યાં મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે કરવામાં આવતી કામગીરી ઉપરાંત વોર્ડના નાગરિકો દ્વારા આવતી ઓનલાઈન-ઓફલાઇન ફરિયાદોની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને વોર્ડ નં.13માંથી જ ડ્રેનેજની સૌથી વધુ ફરિયાદો આવતી હોવાનું કમિશનરના ધ્યાને આવતા તેમણે આ સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.
વોર્ડ નં.13ની વોર્ડ ઓફિસ ખાતેની વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડ ઓફિસ ખાતે થતી કામગીરી જેવી કે, ટેક્સ કલેક્શન, સફાઈ, ડ્રેનેજ સફાઈ, નાગરિકો દ્વારા કરવામાં આવતી ફરિયાદોના નિકાલ વેગેરે બાબતે અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. સમીક્ષા દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ જરૂરી માર્ગદર્શન અને સંબંધિત અધિકારીને જરૂરી સુચના આપી હતી.વધુમાં ખોડિયારનગરમાં આવેલ આંગણવાડી ખાતે વિઝિટ દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા પોષણયુક્ત આહાર અને આંગણવાડીમાં સફાઇ અંગે કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર અતુલ રાવલ, પી.એ.ટુ કમિશનર એન.કે. રામાનુજ, ડેપ્યુટી ઇજનેર ગુપ્તા, નાયબ પયર્વિરણ ઇજનેર વલ્લભ જીંજાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application