આગામી માસથી શરૂ થનાર ગિરનાર પરિક્રમામાં ત્રણેય ઘોડી પર વિશેષ વ્યવસ્થા રાખવા, પરિક્રમા પૂર્વે અન્ન ક્ષેત્રોને પરમીટ આપવા, નળ પાણીની ઘોડી સુધી બેરીકેટ રાખવા, રૂટ પર ના રસ્તા રીપેરીંગ, સહિતના પ્રજા લક્ષી કાર્યો પરિક્રમા પૂર્વે પૂર્ણ કરવા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડિરેક્ટર યોગેન્દ્ર સિંહ પઢિયારે કલેકટરને પત્ર પાઠવી કામગીરી કરવા રજૂઆત કરી હતી.
ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી લીલી પરિક્રમાનું આયોજન કરનાર છે. આ વર્ષે ચાર દિવસીય લીલી પરિક્રમાનો 12 નવેમ્બરથી પ્રારંભ થનાર છે. લાખો ભાવિકો આવતા હોય અગવડ ન પડે તે માટે યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર યોગેન્દ્રસિંહ પઢિયાર દ્વારા કલેક્ટરને પરિક્રમાના રૂટ પર અને પરિક્રમાથીઓને તથા અન્ન ક્ષેત્રોને લગતી કામગીરી તાત્કાલિક હાથ ધરવા પત્ર પાઠવી માંગ કરી હતી તેઓ દ્વારા પાઠવાયેલ પત્રમાં જણાવ્યું હતું કે પરિક્રમામાં મુખ્યત્વે ઇટવા જીણાબાવા અને માળવેલા ત્રણ ઘોડી આવેલ છે આ ત્રણેય ઘોડી પર પીવાનું પાણી અને દવાઓ મળી રહે તથા હાર્ટ એટેકના બનાવો ન બને તે માટે વિશેષ તકેદારી રાખી મેડિકલ ટીમ રાખવા, ચાલુ વર્ષે વરસાદ સારો પડ્યો હોય જેથી પરિક્રમા નળ પાણીથી બોળદેવી સુધીનો રસ્તો ધોવાઈ ગયેલ છે તે તાત્કાલિક રીપેરીંગ કરવા અને જીણાબાવાની મઢીથી માળવેલાના રસ્તા પર નાના પથ્થરો હટાવી યોગ્ય કામ કરવા, પરિક્રમાના રૂટ પર અન્નક્ષેત્ર વિના મૂલ્ય ભોજન પીરસે છે જેથી આગોતરી વ્યવસ્થા કરી શકે તે માટે પરમીટ સમયસર આપવા જણાવ્યું હતું, પરિક્રમાના રુટ પર પ્લાસ્ટિક પ્રતિબંધ હોવાથી દૂધના ભાવ વધારે લેવાતા હોવાની ફરિયાદ છે આ ઉપરાંત દૂધ માટે ટેટ્રાપેક ના પેકિંગ યુક્ત મળી રહે તે હેતુસર અમુલ સોરઠ અને માહી જેવી કંપ્નીઓ દૂધ આપે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, ઘોડીના ચઢાણ દરમિયાન ઊંડો ખીણનો ભાગ આવતો હોય જેથી નળ પાણીની ઘોડી સુધીના માર્ગ પર બેરીકેટ લગાવવા, પરિક્રમાના રૂટ પર રાત્રી રોકાણની મુખ્ય જગ્યા ઉપર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા અને જનરેટર સેટ નથી લાઇટિંગ વ્યવસ્થા રાખવામાં આવે તો સલામતી જળવાશે, પીવાના પાણી કે વહેતા પાણીમાં સાબુનો ઉપયોગ ન કરવા અને પરિક્રમા દરમિયાન એસટી અને રેલવેની સુવિધા વધારવા અને બસ સ્ટેન્ડ પર સુરક્ષા વ્યવસ્થા વધારવા પરિક્રમા શરૂ થાય તે પૂર્વે સામાજિક રાજકીય સંસ્થા વન અને રેવન્યુ વ્યાજ તથા પોલીસ વિભાગને સાથે રાખી રૂટ નિરીક્ષણ કરવું, પરિક્રમાના રૂટ પર હંગામી ટોયલેટ મૂકવા સહિતના મુદ્દાઓ પત્ર પાઠવી જણાવ્યું હતું.
ખાસ કરીને ગિરનારની સીડી પર બે હજાર પગથિયે મોટો પથ્થર પડવાથી સીડી તૂટી ગયેલ છે જેથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે તંત્ર દ્વારા તાત્કાલિક સીડીનું રીપેરીંગ કામ હાથ કરે તેવી માંગ કરી હતી અને વિજ્ઞાનની સીડી પર અને અંબાજી મંદિરની સ્ટ્રીટ લાઈટ ચાલુ થઈ ગઈ તો રાત્રિના સમયે લોકોને અવર-જવર માટે મુશ્કેલી ન સર્જાય તે માટે લાઈટની વ્યવસ્થા યોગ્ય કરવા માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech