વાંકાનેર સિટી પોલીસ ટીમ દેશી દારૂના ધંધાર્થીઓ પર ત્રાટકી

  • December 03, 2024 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવની પ્રોહીબીશન ડ્રાઈવ યોજવાની સુચનાથી વાંકાનેર સીટી પોલીસ એકશનમાં આવી અલગ અલગ ચાર ટીમ બનાવી શહેરમાં પ્રોહીબીશન કોમ્બીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુદા જુદા ૮ દેશીદારૂના હાટડા પર પોલીસે દરોડો પાડી ૮ ઈસમોને રૂા.૧૮ હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
વાંકાનેર પોલીસની ડ્રાઈવ દરમિયાન પોલીસની ચાર ટીમોએ જુદા જુદા વિસ્તારમાં કરેલ તપાસ દરમિયાન દેશી દારૂના ૮ કેસ શોધી કાઢી ૯૦ લીટર દેશી દારૂ સહિત રૂા.૧૮ હજારના મુદ્દામાલ સાથે આરોપી કલ્પેશ ઉર્ફે સિતારામ નરભેરામ નિમાવત રહે. આરોગ્યનગર, કરણ સનમુગમ નાયકર રહે. મીલપ્લોટ, નીેતેશ બટુકભાઈ વિરસોડીયા રહે. નવાપરા, યાસમીન ઉર્ફે જાડી રહીમભાઈ આદમાણી રહે. ચંદ્રપર, મરીયમ ઉર્ફે મમુ હબીબભાઈ વિકીયાણી રહે. ચંદ્રપર, જેતુન રાયધનભાઈ મોવર રહે. વીશીપરા, લાભુ બાલાભાઈ ડાભી રહે. મીલપ્લોટ, સુરેશ કાળુભાઈ વિંજવાડીયા રહે. નવાપરાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application