દિવસે દિવસે પ્રદુષિત થતા રાજકોટ શહેરની હવાને શુધ્ધ બનાવવા માટે ભારતના ૧૫મા નાણાંપચં દ્રારા એર કવોલિટી સુધારણા અંતર્ગત વર્ષ ૨૦૨૩–૨૦૨૪મા કુલ .૩૭.૫૯ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાંથી હાલ સુધીમાં .૩૧.૯૯ કરોડના ખર્ચે કુલ ૧૪ પ્રોજેકટ મંજુર કરી તેનું કામ શ કરાયું છે. અલબત્ત આ ૧૪માંથી માંડ બે–ત્રણ પ્રોજેકટસ પૂર્ણ થયા છે. આશ્ચર્યજનક વાત તો એ પણ છે કે એર કવોલિટી સુધારવા મળેલી ગ્રાન્ટનો બાંધકામ માટે મતલબ કે સિવિલ વર્ક માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં કોર્પેારેટરએ પ્રશ્નકાળ અંતર્ગત પૂછેલા સવાલના લેખિત પ્રત્યુત્તરમાં તંત્રએ એવી વિગતો જાહેર કરી હતી કે ભારતના ૧૫માં નાણાપચં તરફથી શહેરની એર કવોલિટી સુધારવા મળેલી ગ્રાન્ટની રકમમાંથી દિવાલ, ચોકીદારની મ અને પાણીનો ટાંકો તેમજ વે–બ્રિજ લંબાવવા જેવા કામોમાં પણ ખર્ચ કરાયો છે ! મહાપાલિકાની બાંધકામ શાખાનું વાર્ષિક કરોડો પિયાનું અલાયદું બજેટ છે જ તેમ છતાં એર કવોલિટી સુધારણા માટેની ગ્રાન્ટ સિવિલ વર્ક માટે ફાળવતા આશ્ચર્ય સર્જાયું છે. જો કે આ સિવિલ વર્ક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ હસ્તકની નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ખાતે કરાયું છે પણ અહીં સો મણનો સવાલ એ છે કે બાંધકામ કરવાથી શહેરની એર કવોલિટી સુધરી જાય ખરા ?
રાજકોટની હવા દિવસે ને દિવસે વધુ પ્રદુષિત બની રહી છે અને તાજેતરમાં જાહેર થયેલી વિગતો મુજબ આઇવે પ્રોજેકટ હેઠળના સીસી ટીવી કેમેરામાં ઇન્સ્ટોલ કરાયેલા સોટવેર મારફતે થતા સર્વેલન્સ અંતર્ગત શહેરમાં ત્રિકોણ બાગ ચોક, નાના મવા ચોક અને ઢેબર રોડની હવામાં ભારે પ્રદુષણ નોંધાયું હતું અને આ ત્રણેય સાઇટનો એર કવોલિટી ઇન્ડેકસ (એકયુઆઇ)૩૦૦ સુધી પહોંચ્યો હતો
એર કવોલિટી સુધારવા મળેલી ગ્રાન્ટ કયાં અને કેટલી ખર્ચાઇ
૧. કોઠારીયામાં નવું સ્મશાન નિર્માણ ૪૦૦ ૦.૦૦
૨.આજી નદી પુલ ફરતે ફેન્સિંગ ૧૬.૧૭ ૧૬.૧૭
૩.ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્સ્ટોલ ૫૦૦ ૦.૦૦
૪.રોડ સર્વે ડિઝાઇન કન્સલ્ટન્સી ૫૪.૨૮ ૧૦.૮૬
૫.ન્યારી ડેમ પાસે મિઆવાકી ફોરેસ્ટ ૧૫૫ ૬૨
૬.લાયન સફારી પાર્કમાં ગાર્ડનિંગ ૫૭.૬૦ ૨૮.૬૬
૭.અટલ સરોવર પાસે ચાજિગ સ્ટેશન ૩૮૩ ૦૦
૮.નાકરાવાડી લેન્ડફિલ સાઇટ ફરતે દિવાલ ૩૬.૩૨ ૦૦
૯.નાકરવાડી લેન્ડફિલ સાઇટે પાણીનો ટાંકો ૩૬.૩૨ ૦૦
૧૦.નાકરાવાડી સાઇટે વે બ્રિજ ચોકીદાર મ ૧૯ ૦૦
૧૧.નાકરાવાડી સાઇટે પાકિગ, મ, વોચ ટાવર ૪૦ ૦૦
૧૨.નાકરાવાડી મિઆ વાકી ફોરેસ્ટ ૨૬૦ ૬૮.૭૦
૧૩.આજી ડેમે મિઆ વાકી ફોરેસ્ટ ૨૦૦ ૨૬.૫૫
૧૪.નાકરાવાડી લીગસી વેસ્ટ પ્રોસેસિંગ ૧૦૦૦ ૧૦૦.૯૯
અંકે કુલ રકમ પિયા ૩૧૯૯.૧૭ ૩૧૩.૯૩
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech