રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. જેમાં ભાજપ લીગલ સેલ આ વખતે ચૂંટણી લડી રહ્યું નથી પરંતુ ભાજપ પ્રેરિત કાર્યદક્ષ પેનલ ચૂંટણી જંગમાં ઉતર્યું છે. આ સાથે જ સમરસ પેનલ ઉપરાંત ભાજપ વિરોધી બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા બકુલ રાજાણીની આગેવાનીમાં એક્ટિવ પેનલ ચૂંટણી લડી રહી છે. આ ચૂંટણીમાં 3,704 મતદારો છે.
16 બેઠક પર 50 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ સહિત 6 હોદ્દેદારો અને મહિલા અનામત સહિત 10 કારોબારી મળી કુલ 16 જગ્યાઓ માટે ચૂંટણીમાં પ્રમુખ પદ માટે 6, ઉપપ્રમુખ માટે 3, સેક્રેટરી માટે 4, જોઈન્ટ સેક્રેટરી માટે 2, લાયબ્રેરી સેક્રેટરી માટે 2, કારોબારી, મહિલા અનામત માટે 4 અને કારોબારી સભ્ય માટે કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
કાર્યદક્ષ પેનલના દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટ બાર એસોસિયેશનમાં હોદ્દા સાથે અને હોદ્દા વિના વકીલો માટે કામ કરે તેવી મારી પેનલ છે. કાર્યદક્ષ પેનલને ભાજપ લીગલ સેલનું સમર્થન છે. આ ઉપરાંત પેટા બાર અને સિનિયર વકીલો પણ અમારી સાથે છે. અમે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી છે. જેમાં ભાજપનું સમર્થન છે.
એક્ટિવ પેનલના પ્રમુખ પદના દાવેદાર બકુલ રાજાણીએ કહ્યું કે, અમારી એક્ટિવ પેનલ એક્ટિવ છે. દર વખતે મતદાન 2100થી 2300 થાય છે આ વખતે મતદાન 2000થી ઓછું થવાની સંભાવના છે. હું અને મારી પેનલ જીતશે તેવો મને વિશ્વાસ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ એઆઇ પર કરશે ૫૦૦ ડોલરનું રોકાણ,એક લાખથી વધુને નોકરીની તક
January 22, 2025 03:24 PM૯૭મા ઓસ્કાર નોમિનેશનની કાલે જાહેરાત્ત
January 22, 2025 03:21 PMલિસ્ટિંગ પહેલાં IPO શેરમાં ટ્રેડિંગની મંજૂરી આપવા વિચારણા
January 22, 2025 03:19 PMCM યોગી અને તમામ મંત્રીઓએ કુંભમાં ડૂબકી લગાવી, ગંગા પૂજા કરી; કેબિનેટમાં લેવાયા મોટા નિર્ણયો
January 22, 2025 03:10 PMવનતારામાં લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી બચાવેલા ૨૦ હાથીઓને કાયમી ઘર મળશે
January 22, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech