ત્રીજા તબક્કામાં ૯૩ બેઠક પર મતદાન શરૂ

  • May 07, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૧ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ સંસદીય બેઠકો પર મતદાન શ થઈ ગયું છે. ૧૩૩૧ ઉમેદવારીઓના ભાવીનો આજે ફેંસલો થશે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં ૨૮૦ થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં ૨૬૩ સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે. ગુજરાતમાં આજે ૨૫ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે સુરતની એક બેઠક ભાજપે બિનહરીફ જીતી છે. ત્રીજા તબક્કામાં ૧૦ કેન્દ્રીય મંત્રીઓ અને ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિા દાવ પર છે.

ત્રીજા તબક્કામાં મતદાન માટેની અન્ય બેઠકોમાં આસામની ૪, બિહારની ૫, છત્તીસગઢની ૭, મધ્યપ્રદેશની ૮, મહારાષ્ટ્ર્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦ અને પશ્ચિમ બંગાળની ૪ બેઠકોનો સમાવેશ થાય છે. આ તબક્કામાં ધ્યાન આપવા લાયક મુખ્ય મતદારક્ષેત્રોમાં ગુજરાતની ગાંધીનગર બેઠક અને મહારાષ્ટ્ર્રની બારામતી બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સોનલ રમણભાઈ પટેલ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે અને બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કાની અન્ય હોટ સીટો મધ્યપ્રદેશની વિદિશા અને ગુના છે. ભાજપે વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભાનુ પ્રતાપ શર્મા હશે. કેન્દ્રીય મંત્રી યોતિરાદિત્ય સિંધિયા ગુનાથી ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે અહીંથી રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે

૯ વાગ્યા સુધીમાં મતદાન
૧. પશ્ચિમ બંગાળ–૧૪.૬૦
૨. મધ્યપ્રદેશ–૧૪.૦૭
૩. છત્તીસગઢ–૧૩.૨૪
૪. ગોવા–૧૧.૮૩
૫. ઉત્તર પ્રદેશ–૧૧.૧૩
૬. દાદર અને નગર હવેલી, દમણ અને દીવ–૧૦.૧૩
૭. આસામ–૧૦.૧૨%
૮. બિહાર–૧૦.૦૩
૯. ગુજરાત–૯.૮૩
૧૦. કર્ણાટક–૯.૪૫
૧૧. મહારાષ્ટ્ર્ર–૬.૬

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે હોબાળો
પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં લોકસભા ચૂંટણીના મતદાન વચ્ચે કોંગ્રેસ નેતાના ઘરે ક્રૂડ બોમ્બ ઝીંકાયાનો મામલો સામે આવ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો બાખડી પડા હતા

પાંચ પૂર્વ મુખ્યમંત્રીઓ મેદાનમાં
શિવરાજ સિંહ ચૌહાણ
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ
દિગ્વિજય સિંહ
મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ
નારાયણ રાણે
મહારાષ્ટ્ર્રના પૂર્વ સીએમ
બસવરાજ બોમાઈ
કર્ણાટકના પૂર્વ સીએમ
જગદીશ શેટ્ટર
કર્ણાટકના પૂર્વ સીએ

આજે આ રાજયોમાં મતદાન
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાંથી ૨૫, ઉત્તર પ્રદેશમાંથી ૧૦, કર્ણાટકમાંથી ૧૪, મહારાષ્ટ્ર્રમાંથી ૧૧, મધ્યપ્રદેશમાંથી નવ, આસામમાંથી ચાર, બિહારમાંથી પાંચ, છત્તીસગઢમાંથી સાત, પશ્ચિમ બંગાળમાંથી ચાર, દમણ દીવમાંથી અને દાદરા અને નગર હવેલીની બે બેઠકો પર મતદાન થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application