રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ

  • November 17, 2024 01:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીની આજે રાજકોટ તેમજ અલગ-અલગ શહેરોની સાત બેઠક પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વહેલી સવારથી જ મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. ૧૩ જનરલ બેઠક માટે કુલ ૨૩ ઉમેદવાર તથા અનામત ર મહિલા સીટ માટે કુલ ૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. કુલ સાત બેઠકો પર 26 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જેમાં સહકાર પેનલના 21 ઉમેદવારો અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. રાજકોટ શહેરના 196 મતદારો સહિત કુલ 332 મતદારો આજે મતદાન કરશે.ત્યારે મામા-ભાણેજની લડાઈના કારણે ચૂંટણી ભારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અત્યારે આ ચૂંટણી પર સૌની નજર છે. 


સહકાર પેનલ એને સંસ્કાર ચેનલના ઉમેદવારોએ પોત પોતાની રીતે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. સહકાર પેનલના ઉમેદવાર દેવાંગ માકડે જણાવ્યું હતું કે નાગરિક સ્થાપિત કર્યા બાદ સૌપ્રથમ વખત આ ચૂંટણી યોજવા જઈ રહી છે. અમારી પેનલ ને ભાજપનું પણ સમર્થન છે.આકુટુંબીક બંધ ભેદ ના કારણે આ ચૂંટણી યોજાઈ રહી છે. પરંતુ ચૂંટણી બાદ બંને પક્ષોમાં સમાધાન થઈ જશે તેવી અમને આશા છે અને સાથે મળીને અમે કામ કરીશું.


ચૂંટણીના વિવાદને લઈ ચૂંટણી અધિકારી પ્રભાવ જોશી, મદદનીશ ચૂંટણી અધિકારી વિમલ કુમાર પટેલના રાબરી હેઠળ વિધાનસભા ચૂંટણીમાં જે રીતે વેબ કાસ્ટિંગ,વીડિયો રેકોર્ડિંગ સાથે મતદાન મથકો પર કરવામાં આવ્યું છે. પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નાયબ મામલતદારોને જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમજ કલેકટર કચેરી ખાતે સ્ટ્રોંગ રૂમ ઉભો કરવામાં આવ્યો છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application