જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અન્વયે બાઇક રેલી

  • April 19, 2024 10:49 AM 

મતદારોમાં મતદાન માટે જાગૃતિ લાવવા હેતુસર મતદાન જાગૃતિ અભિયાન હેઠળ જામનગરની મહિલા આઈ.ટી.આઈ.ની વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિડજા અને મહિલા આઈ.ટી.આઈ. ના આચાર્ય શ્રી જીજ્ઞેશ શાહના માર્ગદર્શન હેઠળ યોજાયેલ બાઈક રેલી શહેરના જનતા ફાટક વિસ્તારના મુખ્ય માર્ગો પર નીકળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ સહિત કચેરીના કર્મચારીઓ અને શિક્ષકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઇને મતદારોને જાગૃત કરતા બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી આઈ.ટી.આઈ. ખાતે સમાપન કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application