સોશિયલ મીડિયાના માધ્યમો થકી મતદાન જાગૃતિલક્ષી સંદેશાઓ શેર કરી જામનગરવાસીઓને મતદાન કરવાની સાથે અન્ય લોકોને પણ મતદાન કરાવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી. કે. પંડયાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંર્તગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. તેના ભાગરૂપે જામનગર લાખોટા તળાવ, પુરાતત્વીય સંગ્રહાલય ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમનું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દ્વારા મતદાનનું મહત્વ, મતદાન કરવા જતી વખતે કયા આધાર પુરાવાઓ સાથે રાખવા, એક મતનું મહત્વ, પરિવાર સાથે મતદાન કરવા જવું, પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓને મતદાનની અપીલ, વગેરે જેવા મુદ્દાઓ પર મેસેજ આપી જામનગરવાસીઓને મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી બી. કે.પંડયાએ આગામી ૭મે ના રોજ સવારના ૭ વાગ્યાથી ૧૮ વર્ષ ઉપરના જામનગર જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે દિવ્યાંગો, સગર્ભાઓ, સિનિયર સીટીઝન માટે મતદાન મથકો પર અલાયદી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુંએ પણ મતદાનનું મહત્વ સમજાવતો મેસેજ આપી લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરોએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ સાથે મતદાન જાગૃતિ અંગે કઈ પ્રવૃતિઓ કરી શકાય તેમજ સોશિયલ મીડિયામાં મતદાન જાગૃતિલક્ષી રિલ્સ અને વિડીયો શેર કરવા અંગે પણ ચર્ચા કરી હતી. બાદમાં સોશિયલ મીડિયાના માધ્યમ થકી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમમાં ભાગ લેવા બદલ મહાનુભાવોના હસ્તે તમામ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમાં શ્રી નિકુંજ વસોયા, શ્રી ઊર્મિલ ઝવેરી, શ્રી પ્રિયંકા પટેલ, શ્રી હેડ્રીક હેરી, શ્રી લલીત જોશી, શ્રી પરાગ વોરા, શ્રી સતીશચંદ્ર વ્યાસ, શ્રી માહી(આર.જે), શ્રી નિકુંજ વાઘેલા, શ્રી જ્હાન્વી પટેલ, શ્રી શૈલી ગજ્જર, શ્રી જગત રાવલ, શ્રી સામતભાઈ બેલા, શ્રી ભાવિનભાઈ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ડી.એ.ઝાલા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ઝીલ પટેલ, પ્રાંત અધિકારીશ્રી પી.બી. પરમાર, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી બારડ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિમલ ગઢવી, આસિસ્ટન્ટ કમિશનરશ્રી બી. એન. જાની, સ્વીપ નોડેલ અધિકરીશ્રી બી. એન.વિડજા, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી જયેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMકાલાવડ ભાજપ દ્વારા સંગઠન પર્વ 2024 અંતર્ગત બુથ સમિતિની રચના માટેની કાર્યશાળા યોજાય
November 14, 2024 06:32 PMજામનગર: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટના શર્મનાક, મળતીયાઓને ફાયદો કરવા માટે કારસો
November 14, 2024 06:25 PMભાણવડ પોલિસ સ્ટેશનના બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશમાં દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર દરોડા
November 14, 2024 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech