વ્લાદિમીર પુતિન પીએમ મોદી સાથે કરશે બોલિવૂડ પર ચર્ચા

  • October 19, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિકસ સમિટમાં ભાગ લેવા માટે 22-23 ઓક્ટોબર દરમિયાન રશિયા જશે. અગાઉ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતીય ફિલ્મોના વખાણ કયર્િ હતા અને રશિયામાં ભારતીય ફિલ્મોના ટેલિકાસ્ટને પ્રોત્સાહન આપવાની તૈયારી દશર્વિી હતી.
રાજ કપૂરના આવારા અને મિથુન ચક્રવર્તીના ડિસ્કો ડાન્સરથી લઈને શાહરૂખ ખાનના પઠાણ સુધી, રશિયાએ બોલિવૂડને પ્રેમ આપ્યો છે. પુતિને રશિયામાં ભારતીય સિનેમાને પ્રમોટ કરતી વખતે રશિયા અને ભારત વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે ભારતીય ફિલ્મો રશિયામાં ઘણી લોકપ્રિય છે. અમારી પાસે એક સમર્પિત ટીવી ચેનલ પણ છે જે ચોવીસ કલાક ભારતીય ફિલ્મોનું પ્રસારણ કરે છે.
પુતિને બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ અને આ વર્ષના મોસ્કો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્રિક્સ દેશોની ફિલ્મોને સામેલ કરવાની ભલામણ કરી હતી. પુતિને રશિયામાં ભારતીય ફિલ્મોના વધુ પ્રમોશન અંગે પણ વાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ બાબતે ચચર્િ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે જો ભારતીય ફિલ્મ ઉદ્યોગ રસ લેશે તો અમે રશિયામાં તેમના પ્રમોશનને સમર્થન આપીશું.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણને ટાંકીને કહ્યું કે આ સંગઠન પશ્ચિમ વિરોધી નથી, પરંતુ બિન-પશ્ચિમ સંગઠન છે. તેમણે યુક્રેનમાં યુદ્ધને લઈને પીએમ મોદીની ચિંતા માટે પણ આભાર વ્યક્ત કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News