ધ કેરલ સ્ટોરી વિરુદ્ધ નિવેદન આપતા નવાઝુદ્દીન પર વિવેકે કર્યો કટાક્ષ

  • May 29, 2023 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • કાશ્મીર ફાઇલ્સનો ડાયકેટર હવે વિવાદમાં કૂધ્યો, નવાઝને આપી સલાહ
  • નવાઝની ફિલ્મો પર પ્રતિબંધ મૂકવાની ટ્વીટ કરી પાછળની મારી ડલીટ



સુદિપ્તો સેન દ્વારા નિર્દશિત અને અદા શર્મા સ્ટારર ધ કેરલ સ્ટોરી ત્રણ અઠવાડિયા પછી પણ સિનેમાઘરોમાં છે. આ સાથે જ આ ફિલ્મને લઈને વિવાદ પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી. તાજેતરમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મ પર પ્રતિબંધ મૂકનારા રાજ્યોનું સમર્થન કર્યું હતું. 


જોકે બાદમાં પોતાને ઘેરાયેલો જોઈને તેણે આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. પરંતુ હવે આ વિવાદમાં વિવેક અગ્નિહોત્રી કૂદી પડ્યો છે. તેણે સવાલ ઉઠાવ્યો કે, શું નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મો અને વેબ સિરીઝ પર પણ પ્રતિબંધ લગાવવો જોઈએ? આ ફિલ્મ પહેલા પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી.

નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોઈ ફિલ્મ કે નવલકથા કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડતી હોય તો તે ખોટું છે. અમે દર્શકો કે તેમની લાગણીઓને આકર્ષવા માટે ફિલ્મો બનાવતા નથી. જો ફિલ્મ દ્વારા લોકોમાં સામાજિક ભેદભાવ ઉભો કરવામાં આવે તો તે ખોટું છે. નવાઝુદ્દીન તેના આ નિવેદન પર ઘણો ટ્રોલ થયો હતો.


વિવાદ થતાં નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાની ટ્વિટમાં સ્પષ્ટતા કરી હતી કે, તેણે ક્યારેય એવું નથી કહ્યું કે કોઈપણ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જોઈએ. 

નવાઝુદ્દીને ભલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હોય, પરંતુ વિવેક અગ્નિહોત્રીને તેની ભાષા ગમી નહી. તેણે નવાઝુદ્દીન પર કટાક્ષ કર્યો અને લખ્યું, ભારતના મોટાભાગના મધ્યમ વર્ગના પરિવારોને ફિલ્મો અને ઓટીટી શોમાં કોઈપણ કારણ વગર અપમાનિત કરવામાં આવે છે અને હિંસા કરવામાં આવે છે. અત્યાચાર દર્શાવવામાં આવે છે. 


વિવેક અગ્નિહોત્રીએ આગળ લખ્યું, શું નવાઝુદ્દીન સિદ્દીકીની OTT પર આવતી ફિલ્મો અને શ્રેણીઓ પર પ્રતિબંધ ન મૂકવો જોઈએ. આ અંગે તમારો શું અભિપ્રાય છે? જોકે, વિવેકે થોડા સમય બાદ પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધું હતું. જો કે તેણે  ફિલ્મ પર નિવેદન આપવા બદલ નવાઝને ઠપકો આપ્યો હતો અને સલાહ પણ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application