રાજકોટ મહાપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરવામાં આવતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબ જ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે આવતા હોય છે. આ વર્ષે તા.31 ઓક્ટોબરથીથી તા.4 નવેમ્બર દરમ્યાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 57783 અને રામવન ખાતે 6332 મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો.
પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે તા.31-10-2024ના રોજ 4794, તા.01-11-2024ના રોજ 12519, તા.02-11-2024ના રોજ 17568, તા.03-11-2024ના રોજ 12994 અને તા.04-11-2024ના રોજ 9908, એમ કુલ-57783 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
જ્યારે રામવન ખાતે તા.31-10-2024ના રોજ 288, તા.1-11-2024ના રોજ 910, તા.2-11-2024ના રોજ 1809, તા.3-11-2024ના રોજ 1945 અને તા.4-11-2024ના રોજ 1380 એમ કુલ-6332 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતિઓનાં કુલ 560 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ચાર પ્રકારના વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતિઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનિક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરી, વન્યપ્રાણી-5ક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત ઝૂ ખાતે 11 માસ પહેલા જન્મ થયેલ બે સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવાનું શરૂ કરવામાં આવેલ છે. જેને જોઇને મુલાકાતીઓ ખુબજ પ્રભાવિત થાય છે. દિવાળીના તહેવારો દરમિયાન આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech