હર હર મહાદેવના જયઘોષ સાથે શ્રાવણ મહિનો ભકિતમય રીતે પૂરો થયો છે અને હવે ગણપતિ બાપા મોરિયા રે..ના ગગનભેદી નાદ સાથે સૌરાષ્ટ્ર્રમાં વાજતે ગાજતે આગમન થશે તે પૂર્વે બજારોમાં ગણપતિ બાપા ના વિવિધ સ્વપના દર્શન થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર્ર આખું મહારાષ્ટ્ર્રમય બની જશે ઠેર ઠેર ગણપતિ મહોત્સવનું ભવ્યતિ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યા છે.
આ વર્ષે સૌરાષ્ટ્ર્રમાં ખાસ અયોધ્યાના રામલલ્લાના સ્વપમાં શિવપુત્ર ગણપતિની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વર્ષે મુંબઈ કા લાલબાગ કા રાજા ની અદલોઅદલમૂર્તિ ના દર્શન થાય છે. યારે આ વર્ષે મર્યાદા પુષોત્તમ સાથે વિધ્નહર્તાની ઝાંખીના દર્શન થશે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર્રમાં હજારો જગ્યાએ ગણપતિ મહોત્સવના આયોજનો થતા હોય છે આથી મહિનાઓ અગાઉથી બંગાળના કારીગરો રાજકોટમાં પડાવ નાખે છે છેલ્લા ઘણા વર્ષેાથી ભાવિકોમાં આવેલી જાગૃતતાના લીધે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બની રહી છે. પાર્વતી પુત્રના બાળ સ્વપથી લઈ દુંદાળા દેવનું વિશાળ સ્વપ અલગ અલગ મૂર્તિમાં કંડારવામાં આવે છે.
રાજકોટના વર્ષેાથી ગણપતિજીની મૂર્તિની રચના કરતા બંગાળના કારીગર દિપકભાઈએ જણાવ્યું હતું કે આ વખતે જેતપુરના ભાવિકો દ્રારા ખાસ ભગવાન શ્રી રામલલ્લાનાં સ્વપમાં ગણેશજીની મૂર્તિ બનાવવાની ઈચ્છા વ્યકત કરી હતી જેમાં આ ગ્રુપ દ્રારા બે ફોટા આપવામાં આવ્યા હતા. એમાં એક અયોધ્યા ના રામ મંદિરમાં બિરાજમાન ભગવાન રામની પ્રતિમાનો અને બીજો ફોટો આજ સ્વપમાં ભગવાન ગણેશજી બનાવવાની ઈચ્છા વ્યકત કરતા અમે પ્રથમ વખત આ પ્રકારની મૂર્તિ બનાવી રહ્યા છીએ. જેમાં સાત ફટ ઉચાઈના ગણેશજી બનશે. ૨૦ થી વધુ કારીગરો દ્રારા આ મૂર્તિ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે મોટાભાગનું કામ પૂં થઈ ગયું છે. આ મૂર્તિ ની કિંમત રૂા.૨૫,૦૦૦ છે.
સ્ટ્રકચરથી ફિનિશિંગ સુધીનું સંપૂર્ણ કામ હાથથી થાય છે
ગણપતિજીની મૂર્તિ બનાવતા કલાકારોએ જણાવ્યું હતું કે ગણપતિજીની મૂર્તિમાં કયાંય પણ મશીન નો ઉપયોગ કરવામાં આવતો નથી. મૂર્તિના સ્ટ્રકચરથી લઈ ફિનિશિંગ સુધી તમામ કામ હાથથી જ થાય છે જેથી એક મૂર્તિની રચના માટે ખાસ્સો સમય લાગી જતો હોય છે. સૌપ્રથમ સ્ટ્રકચર બનાવવા માટે વુડન, વાંસ અને ઘાસ નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારબાદ સુતરથી વીંટી ભગવાનની મૂર્તિનું શરીર તૈયાર થાય છે આ પછી માટીનો ઉપયોગ કરી હાથેથી આખી મૂર્તિ તૈયાર કરાય છે . માટી સુકાઈ ગયા બાદ માટીનો ઉપયોગ કરી ફિનિશિંગ કરવામાં આવે છે. ત્રણથી ચાર વખત માટી વડે ફિનિશિંગ કર્યા બાદ તેમાં કલર કામ કરવામાં આવતો હોવાથી સમય લાગી જાય છે
સૌરાષ્ટ્ર્રમાં ૮૦૦૦ જેટલી જગ્યાઓ પર ગણપતિ મહોત્સવના આયોજનો થાય છે
સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો હવે મહારાષ્ટ્ર્રની જેમ જગ્યાએ જગ્યાએ ગણપતિ મહોત્સવ ના આયોજનો થતા હોય છે જેમાં ઘરથી લઈ સોસાયટી અને વિવિધ સંસ્થાઓ દ્રારા ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે. રાજકોટમાં ૪,૦૦૦ થી વધુ આયોજન અને સૌરાષ્ટ્ર્રની વાત કરીએ તો ૮૦૦૦ જેટલી જગ્યાઓ પર ગણપતિ મહોત્સવના આયોજનો થયા છે.
કાચા માલના ભાવ વધતાં આ વર્ષે નાની મૂર્તિના ઓર્ડરો વધ્યાં
દર વર્ષે ભાવિક વિશાળ મૂર્તિ માટેના ઓર્ડરો આપતા હોય છે. આ વર્ષે કાચા માલના ભાવમાં વધારો થયો છે આ મોંઘવારીના લીધે મૂર્તિના ભાવમાં પણ વધારો થતાં નાની મૂર્તિ પર વધારે પસંદગી ઉતારી હોવાથી બજારમાં ૫૦૦ પિયાથી શ કરીને અડધા લાખ સુધીની ગણપતિ દાદાની મૂર્તિ ના ઓર્ડરો આવ્યા છે. કારીગરો જણાવે છે કે દર વખતે એક મહિના પહેલા ગણપતિજીની મૂર્તિના બુકિંગ થઈ જતા હોય છે પરંતુ આ વર્ષે વરસાદ અને મોંઘવારી બંનેના લીધે હજુ એડવાન્સ બુકિંગ પ્રમાણમાં જોવા નથી મળ્યું
ગણપતિ દાદાની આંખો બનાવવા કલાકો સુધી બેસવું પડે
મંગલમૂર્તિના નિર્માણમાં સૌથી વધારે કઠિન કામ તેમની આંખો બનાવવાનું છે. યારે ગણપતિ દાદા ની આંખો બનાવવાનું કામ શ થાય છે ત્યારે જે ભાવિકોએ ઓર્ડર આપ્યા હોય છે તેમને જ બેસાડવામાં આવે છે. યાં સુધી દાદાની નયનરમ્ય આંખો ન બને ત્યાં સુધી મૂર્તિમાં ચાર ચાંદ લાગતા નથી. ઘણી વખત ભાવિકોને ગણપતિ દાદાનું મનમોહક સ્વપ જોવા ન મળે તો ફરી વખત ખાસ કરી આંખોને બનાવવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech