વિસાવદરમાં ૬૩, વંથલી–માણાવદર ૫૯ ઈંચ વરસાદ સાથે સોરઠ અવ્વલ

  • August 09, 2024 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ ચાલી રહેલા ચોમાસાનો ધોરી માસ અષાઢ ત્રણ દિવસ પહેલા પૂરો થયો છે તે અષાઢ માસમાં મેઘરાજાએ ખાસ કરીને જુનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્રારકા અને પોરબંદર જિલ્લામાં ધમાચકડી મચાવી દેતા દોઢ માસમાં જ ૨૯ થી માંડીને ૬૩ ઈંચ સુધીનો વરસાદ વરસાવી દેતા આ ત્રણે જિલ્લામાં સરેરાશ કરતા સવાથી દોઢ ગણો વધુ વરસાદ વરસી જવા પામ્યો છે. યારે સૌરાષ્ટ્ર્રના ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં ૬૧ થી ૭૯ ટકા જેવો વરસાદ નોંધાયો છે.
જોકે હજી દોઢ–બે માસ વરસાદી માહોલ ચાલુ રહેનાર છે, ત્યારે બાકી વિસ્તારોમાં પણ સંતોષજનક વરસાદ વરસી જાય તેવી આશા રખાય છે.
સામાન્ય રીતે દેશી કેલેન્ડર મુજબ જેઠ મહિનાથી પ્રિમોન્સૂન એકિટવિટી શ થઈ જતી હોય છે, જેમાં ચાલુ વર્ષે ખેતીમાં વાવણી અને વરસાદના શુકનવંતા મનાતા જેઠ સુદ ભીમ અગિયારસ તેમજ અષાઢી બીજ દરમિયાન ખાસ વરસાદ પડો ન હતો, પરંતુ ત્યારબાદ ધોરી અષાઢ માસમાં ખાસ કરીને જુનાગઢ, દેવભૂમિ દ્રારકા અને પોરબંદર જિલ્લામાં દે ધનાધન વરસાદ ખાબકતા હાલ સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૬૩ ઈંચ, વંથલી અને માણાવદરમાં ૫૯ ઈંચ જેટલો આખી સીઝનની સરેરાશ કરતા દોઢગણો, દેવભૂમિ દ્રારકા ખાતે પણ સાડા છપ્પન ઈંચ, જિલ્લાના કલ્યાણપુરમાં ૫૨ અને ખંભાળિયા પંથકમાં સાડા છેતાલીશ ઈંચ સાથે સરેરાશ કરતા સવા ઘણો વરસાદ વરસી જવા પામ્યો છે. પોરબંદરમાં પણ અત્યાર સુધીમાં ૪૭ ઈંચ, રાણાવાવ ૪૦ ઈંચ સાથે સીઝનનો સરેરાશ કરતા સવાયો વરસાદ નોંધાયો છે.
જુનાગઢ શહેર અને ગ્રામ્યમાં સરેરાશ ૪૨ ઈંચની જગ્યાએ એક માસમાં જ પાંચ સાડા ૫૦ ઈંચ વરસાદ વરસી ગયો છે. યારે જિલ્લાના વિસાવદર ૬૩ ઈંચ, વંથલી, માણાવદર ૫૯ અને કેશોદ ૫૫ ઈંચ, યારે માળીયાહાટીના સાડા ૪૮ ઈંચ માંગરોળ ૩૪ અને ભેસાણ ૨૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્રારકા ખાતે સાડા છપ્પન ઈંચ, કલ્યાણપુર બાવન ઈંચ, ખંભાળિયા સાડા છેતાલીશ, યારે ભાણવડ પંથકમાં સાડા ઓગણત્રીસ ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. પોરબંદરમાં ૪૭ ઈંચ રાણાવાવ ૪૦ ઈંચ અને કુતિયાણામાં સાડા બત્રીસ ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે.
ત્યારબાદ જામનગર જિલ્લામાં આખી સીઝનના સરેરાશ ૨૯ ઈંચ પૈકી સરેરાશ સાડા એકવીસ ઈંચ વરસાદ પડો છે, તેમાં જામજોધપુર ૩૧ ઈંચ, જોડીયા અને કાલાવડ ૨૫ ઈંચ, જામનગર ૧૯, લાલપુર સાડા સતર ઈંચ અને ધ્રોલ પંથકમાં ૧૧ ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટ જિલ્લામાં સરેરાશ ૨૯ ઈંચમાં અત્યાર સુધીમાં સરેરાશ સાડા સતર ઈંચ પડો છે. તેમાં ધોરાજી સાડા ચોત્રીસ ઈંચ, ઉપલેટા ૩૦, યારે જામકંડોરણા અને જેતપુર ૨૨ ઈંચ, લોધીકા ૧૯ ઈંચ, ગોંડલ ૧૮ ઈંચ, કોટડાસાંગાણી રાજકોટ ૧૩ ઈંચ, યારે વિછીયા પડધરી અને જસદણમાં છ થી આઠ ઈંચ વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લામાં સીઝનના સરેરાશ ૨૭ ઈંચ વરસાદમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૭ ઈંચ વરસાદ પડો છે. તેમાં કુકાવાવ વડિયા ૨૬ ઈંચ, બગસરા ૨૪, રાજુલા ૨૦ ઈંચ, બાબરા ૧૯, ખાંભા સાડા સતર, અમરેલી સાડા ચૌદ, લીલીયા ૧૪ ઈંચ, લાઠી, ધારી, જાફરાબાદ સાવરકુંડલા પંથકમાં ૧૨ થી સાડા તેર ઈંચ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લામાં સીઝનના સરેરાશ ૨૫ ઈંચ વરસાદના સ્થાને હાલ ૧૫ ઈંચ જેવો વરસાદ પડવા પામ્યો છે. જેમાં મહત્પવા ૨૨, સિહોર, વલ્લભીપુર, ગારીયાધાર, ૧૬ થી ૧૮ ઈંચ, યારે તળાજા, ભાવનગર શહેર, પાલીતાણા, ઉમરાળા, ઘોઘા, જેસર પંથકમાં ૧૦ થી ૧૪ ઈંચ જેટલો વરસાદ પડયો છે. બોટાદ જિલ્લામાં સીઝનના સરેરાશ સાડા પચ્ચીસ ઈંચના સ્થાને હાલ સરેરાશ સાડા દસ ઈંચ વરસાદ પડો છે, તેમાં બોટાદ પંથકમાં ૧૫ ઈંચ અને ગઢડા બરવાળા રાણપુર પંથકમાં સાડા આઠથી દસ ઈંચ વરસાદ પડો છે.મોરબી જિલ્લામાં સિઝનના સરેરાશ ૨૩ ઈંચ વરસાદ સામે અત્યાર સુધીમાં ટંકારા ૨૨ ઈંચ મોરબી ૧૭, હળવદ સાડા દસ, વાંકાનેર ૯ અને માળિયા મિયાણા ૮ ઈંચ વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સીઝનના સરેરાશ ૨૪ ઈંચ વરસાદ સામે અત્યાર સુધીમાં ચુડા ૧૪ ઈંચ, વઢવાણ, ચોટીલા, દસાડા ૯, થાનગઢ આઠ ઈંચ, લીંબડી, સાયલા સાડા સાત ઈંચ, ધ્રાંગધ્રા મુળી ૬ ઈંચ અને લખતર પંથકમાં માત્ર ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે ચોમાસુ હજી દોઢથી બે માસ ચાલુ રહેવાની શકયતા વચ્ચે સંતોષજનક વરસાદ વરસવાની આશા રખાઈ રહી છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application