દરિયા દેવ સમક્ષ મહાકાળી ના મંદિર પાસે હવન કરતાં જામનગરના કેટલાક શખ્સોએ ઢોર માર માર્યો
જામનગરમાં ગુલાબ નગર નજીક મધુરમ સોસાયટીમાં રહેતા એક વિપ્ર યુવાનને દરિયાદેવની સમક્ષ મહાકાળી ના મંદિર પાસે હવન કરવો ભારે પડ્યો છે. જેને ધોકા વડે મૂઢ માર માર્યો હતો, અને તેના વાહનમાં પણ તોડફોડ કરી નાખી હતી. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર નજીક મધુરમ સોસાયટીમાં રહેતા ઉદય સનત કુમાર વ્યાસ નામના ૪૪ વર્ષના વિપ્ર યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ તેમજ અન્ય ભાગોમાં ઈજા પહોંચાડવા અંગે હિતેશ ઉર્ફે વાંગો તથા તેના અન્ય સાગ્રીતો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર વિપ્ર યુવાને પોતાની માનતા પૂરી કરવા માટે જુના નાગના નજીકના દરિયા કિનારે મહાકાળીના મંદિર નજીક હવન કર્યો હતો, જે હવન આરોપીઓને પસંદ પડ્યો ન હતો, અને તું અહીં શું કામ હવન કરે છે, તેમ કહી તકરાર કરી માર માર્યો હતો, વાહનમાં પણ તોડફોડ કરી નાખી હતી.
જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવ્યા પછી પીએસઆઇ આર.પી. અસારી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech