બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ૧૦૦ દિવસ પૂરા થવા પર વડા મોહમ્મદ યુનુસે કહ્યું કે અહી 'હિંદુઓ પર હિંસાનો અતિશયોકિતપૂર્વક પ્રચાર કરવામાં આવ્યો છે'વાસ્તવમાં સ્થિતિ એવી નથી, અહી તમામ સમુદાયના લોકો સુરક્ષિત છે. સરકાર તેમની સુરક્ષા માટે સઘન પગલાલઈ રહી છે. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના ૧૦૦ દિવસ પૂરા થવાના અવસર પર દેશના લોકોને એક ટેલિવિઝન સંદેશમાં કહ્યું કે તેમની સરકાર ધાર્મિક અલ્પસંખ્યકો પર હત્પમલા સંબંધિત દરેક ઘટનાની તપાસ કરી રહી છે. અમે તમામ શકય પ્રયાસો કરી રહ્યા છીએ જેથી માત્ર હિંદુઓ જ નહીં પરંતુ દેશનો દરેક નાગરિક સલામત રહે.
તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ દેશ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પરંતુ ધાર્મિક લઘુમતીઓ વિશે બિનજરી ભય ફેલાવવામાં આવી રહ્યો છે.મોહમ્મદ યુનુસે કહ્યું કે કેટલાક મામલાઓમાં તેની પર હિંસા થઈ છે. પરંતુ આ કિસ્સામાં મોટાભાગની બાબતોમાં અતિશયોકિત કરવામાં આવી રહી છેહિંસાના જે પણ થોડા કેસો થયા છે, તે મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે. વાસ્તવમાં આ દેશને ફરીથી અસ્થિર કરવાનું ષડયત્રં છે જેને ધાર્મિક રગં આપવામાં આવી રહ્યો છે. પરંતુ સરકાર આ પ્રકારની સ્થિતિનો સામનો કરશે
હસીના મુદે આઈસીસી પાસે સહકારની માંગ
યુનુસ પ્રશાસને શેખ હસીના અને તેના સહયોગીઓ સામેના સ્થાનિક ફોજદારી કેસોની સાથે આઈસીસી પાસેથી મદદની વિનંતી કરી છે. આ તપાસમાં હસીનાના શાસન દરમિયાન થયેલા તમામ માનવાધિકાર ભંગનો સમાવેશ થશે, ખાસ કરીને બળજબરીથી ગાયબ કરી દેવાના કિસ્સાઓમાં તપાસ કરશે . બાંગ્લાદેશે પણ ઇન્ટરપોલને હસીના અને તેના સહયોગીઓની ધરપકડ કરવા માટે રેડ નોટિસ જારી કરવા વિનંતી કરી છે.ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે
બીજી તરફ બાંગ્લાદેશના કાર્યકારી વડા પ્રધાન મુહમ્મદ યુનુસે રાષ્ટ્ર્રને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે તેમની સરકાર ભારત પાસેથી ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે. ઓગસ્ટમાં ભારે વિરોધ બાદ શેખ હસીના ભારત આવ્યા હતા.તેમના કાર્યકાળના ૧૦૦મા દિવસે તેમના સંબોધનમાં યુનુસે કહ્યું કે તેમની સરકાર હસીના સહિત વિધાર્થીઓના આંદોલન દરમિયાન થયેલા મૃત્યુ માટે જવાબદાર તમામને ન્યાયના કઠેડામાં લાવશે. તેમણે કહ્યું કે, અમે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરીશું. તેમણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના મુખ્ય વકીલ કરીમ ખાન સાથે આ મુદ્દે ચર્ચા કરવાનું પણ કહ્યું હતું.
ચૂંટણી યોજવાનો પ્રાથમિક ઉદ્દેશ
યુનુસે કહ્યું કે તેમની સરકારનો પ્રાથમિક ઉદ્દેશ્ય નવી ચૂંટણીઓ કરાવવાનો છે જેથી ચૂંટાયેલી સરકારને સત્તા સોંપી શકાય. જોકે તેમણે ચૂંટણી માટે કોઈ સમયમર્યાદા આપી નથી. યુનુસે કહ્યું કે પહેલા તેમની સરકાર ચૂંટણી પ્રણાલી સહિત ઘણા ક્ષેત્રોમાં સુધારા લાગુ કરશે. સુધારા પછી જ ચૂંટણીની સમયમર્યાદા જાહેર કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech