મહિલા રેસલર વિનેશ ફોગાટે રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. આ માહિતી X પર આપતા વિનેશે લખ્યું છે કે, ભારતીય રેલ્વેની સેવા કરવી એ મારા જીવનનો યાદગાર અને ગૌરવપૂર્ણ સમય રહ્યો છે. મારા જીવનના આ તબક્કે મેં મારી જાતને રેલ્વે સેવાથી અલગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય રેલ્વેના સક્ષમ અધિકારીઓને મારું રાજીનામું પત્ર સુપરત કર્યું છે. રેલ્વે દ્વારા મને દેશની સેવા કરવાની આ તક આપવા બદલ હું ભારતીય રેલ્વે પરિવારનો હંમેશા આભારી રહીશ.
વિનેશ અને બજરંગ આજે કોંગ્રેસમાં જોડાશે
વિનેશ અને બજરંગ પુનિયા આજે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાશે. આ બંને હરિયાણાની ચૂંટણી લડશે તેવી અટકળો ચાલી રહી છે. આ પહેલા વિનેશ ફોગાટ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે તેમને મળવા પહોંચી હતી. બજરંગ પુનિયા પણ અહીં પહોંચવાના છે. એક રીતે, તેને સૌજન્ય કૉલ તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.
વિનેશ રાજકારણમાં આવશે તો શું થશે?
વિનેશ ફોગાટની સંભવિત રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધો તેમને ચૂંટણીમાં મોટું સમર્થન મેળવી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગાટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.
હરિયાણામાં ક્યારે થશે ચૂંટણી?
હરિયાણા વિધાનસભાની ચૂંટણી 5 ઓક્ટોબરે યોજાશે. જ્યારે 8મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. તમને જણાવી દઈએ કે પહેલા આ તારીખ 1 અને 4 ઓક્ટોબર હતી પરંતુ ચૂંટણી પંચે તેમાં ફેરફાર કર્યો હતો. આ પાછળનું કારણ આપતા પંચે સ્પષ્ટતા કરી હતી કે બિશ્નોઈ સમુદાયના મતદાન અધિકારો અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બિશ્નોઈ સમુદાયે આસોજ અમાવસ્યા પર્વમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. તેઓ તેમના ગુરુ જંબેશ્વરની યાદમાં તે દિવસે તહેવાર ઉજવે છે. રાજસ્થાનના નોખા તાલુકામાં છેલ્લા 490 વર્ષથી સતત આ મેળાનું આયોજન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech