પેરિસ ઓલિમ્પિક 2024માં નિરાશા હોવા છતાં, વિનેશ ફોગાટનું ભારત પરત ફરવા પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનેશ જ્યારે 50 કિલોગ્રામ મહિલા કુસ્તીની ફાઇનલમાં અયોગ્યતાનો સામનો કરીને દિલ્હી પહોંચી ત્યારે તેના સ્વાગત માટે એરપોર્ટ પર હજારો લોકો હાજર હતા. તેના ગામ બલાલી પહોંચવામાં લગભગ 13 કલાકનો સમય લાગ્યો, જ્યાં તેના પરિવાર અને ગ્રામજનોએ ખૂબ પ્રેમથી તેનું સ્વાગત કર્યું હતું.
વિનેશ ફોગાટે રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. વિનેશે ભાઈ હરવિંદર ફોગટને રાખડી બાંધી હતી. આ અવસર પર તેના ભાઈએ તેને એક ખાસ ભેટ આપી છે.
તે ખાસ ભેટ શું છે?
વિનેશ ફોગાટે વિડિયોમાં ગિફ્ટ વિશે ફની કમેન્ટ કરી છે, જે વાયરલ થઈ રહી છે. વીડિયોમાં વિનેશને 500 રૂપિયાની નોટના બંડલ સાથે જોઈ શકાય છે. આના પર વિનેશે હસીને કહ્યું "હવે હું 30 વર્ષની થઈ ગઈ છું. ગયા વર્ષે મારા ભાઈએ મને 500 રૂપિયા આપ્યા અને આ વખતે નોટોની બંડલ બતાવીને તેણે મને તેના આખા જીવનની કમાણી આપી દીધી છે." આ ભેટ પર તેના ભાઈનું સ્મિત પણ જોવા જેવું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMકેનેડાએ ભારત સરકાર પર લગાવ્યો આ ગંભીર આરોપ, પોતાના લોકોને ફંડિંગ દ્વારા મોકલે છે કેનેડાની સંસદમાં
September 19, 2024 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech