ઘોઘા પંથકમાં ભારે વરસાદને કારણે નદીનાળામાં પણ પુર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. ઘોઘા તાલુકાના સાણોદર થી નથુગઢ રોડ પર નાળામાં બે ભાઈઓ બાઈક સાથે ફસાઈ જતા બે કલાકની જહેમત બાદ ગ્રામજનોએ ટ્રેક્ટર વડે દોરડું બાંધી નાળામાં ધસમસતા પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જોકે, તેમની બાઈક તણાઈ ગઈ હતી.
ઘોઘા તાલુકાના નથુગઢ ગામે રહેતા ભાવિન સંજયભાઈ કીલજી અને કાનો સંજયભાઈ કીલજી નામના ૨૦થી ૨૫ વર્ષના બે સગા ભાઈઓ ભાવનગર થી કામ પતાવી પોતાના નથુગઢ ગામે બાઈક પર સવાર થઈ આવતા હતા. ભારે વરસાદને કારણે નથુગઢ ગામે જવા માટે સાણોદરથી નાણા પરથી પસાર થઈને જવાનું હતું. નાળા પરથી નદીના પાણી વહેતા હતા. તેમ છતાં બંને યુવાનોએ બાઈક સાથે નાળા પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નાળા પર પહોંચતા જ નદીમાંથી વહેતા પાણીમાં નાળા પર ફસાઈ ગયા હતા. બંને ભાઈઓ નાળા પર એવા ફસાયા કે નથુગઢ તરફ પણ જઈ શકે નહીં અને પાછા પણ ફરી શકતા ન હતા.
નાળા પર ફસાયેલા બંને ભાઈઓને ગામના લોકો જોઈ જતા એકઠા થઈ ગયા હતા. અને ગામમાંથી દોરડા અને ટ્રેક્ટર મંગાવી બંને ભાઈઓને દોરડાના ઘાં કરી ટ્રેક્ટર વડે બંને ભાઈઓને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. બે કલાકથી પણ વધુ જહમત ઉઠાવી માંડમાંડ ગ્રામજનોએ બંને ભાઈઓને સલામત બહાર કાઢ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech