વીજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચાવડાનું રાજીનામું: ભાજપમાં જોડાય તેવી શક્યતા

  • January 19, 2024 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના વરિ નેતા અને વીજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આજે એકાએક રાજીનામું ધરી દીધું છે. ભાજપના મોવડી મંડળ સાથે ચર્ચા કર્યા બાદ આજે સવારે સી.જે.ચાવડા વિધાનસભાના સ્પીકર શંકરભાઇ ચૌધરીના નિવાસસ્થાને પહોંચ્યા હતાં અને ધારાસભ્યપદ પરથી પોતાનું રાજીનામું દીધું છે.

રાજીનામું આપ્યા પછી સી.જે.ચાવડા ભાજપમાં જોડાઇ તેવી શકયતા છે અને રાજકિય સૂત્રો તો ત્યાં સુધી જણાવે છે કે, લોકસભાની આગામી ચૂંટણીમાં સી.જે.ચાવડાને ભાજપ સાબરકાંઠાની બેઠક પરથી મેદાનમાં ઉતારે તેવી સંભાવના નકારી શકાતી નથી.

થોડા સમય પહેલા જ કોંગ્રેસના ધારાસભ્ય અને આગેવાનોએ પક્ષમાંથી રાજીનામાં આપી દીધા છે અને રાજીનામાંનો આ સીલસીલો લોકસભાની આગામી ચૂંટણી સુધી અટકે તેવું લાગતું નથી. બીજી બાજુ કોંગ્રસ તરફથી પણ કયાંય ડેમેજ કન્ટ્રોલની કામગીરી થતી હોય તેવું જણાતું નથી, એટલું જ નહીં પક્ષમાંથી રાજીનામું આપ્યા વગર ભાજપમાં જોડાનાર સામે શિસ્તભંગની કે પક્ષમાંથી દૂર કરવાની પણ કાર્યવાહી થતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના નેતા અર્જુનભાઇ ખાટરિયા અને રાયની અન્ય જિલ્લા–તાલુકા પંચાયતના સભ્યો, સહકારી ક્ષેત્રના આગેવાનો, માર્કેટ યાર્ડના હોદ્દેદારો, એનએસયુઆઇ, યુવક કોંગ્રેસના આગેવાનો–કાર્યકરો સહિત ૨૦૦૦ જેટલા કોંગ્રેસીઓ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતાં અને ત્યારે જ એવી વાતો થતી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે.

લોકસભાની આગામી ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઇ ગયો છે અને જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જશે તેમ તેમ આયારામ ગયારામનું રાજકારણ વધુ વેગવંતુ બનશે.
રાજકોટ શહેર અને જિલ્લામાં કોંગ્રેસના અનેક આગેવાનો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે અને આગામી દિવસોમાં બીજા તબકકામાં સૌરાષ્ટ્ર્ર–કચ્છના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને મજબૂત કાર્યકરોને ટાર્ગેટ બનાવીને ભાજપમાં ભેળવવામાં આવે તેવું લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application