કેન્દ્ર સરકારની યોજના સંદર્ભે વિગતો આપીને સોલાર ફટોપના ફાયદા દશર્વિવામાં આવ્યા છે: ઓનલાઇન પોર્ટલમાં રજીસ્ટ્રેશન નોંધાવવું ખૂબ જ સહેલું
સોલાર ફટોપ વધુને વધુ લોકો અપનાવે એ દિશામાં કેન્દ્ર અને રાજય સરકારના માર્ગદર્શન અંતર્ગત જામનગર-દ્વારકા સહિતના પીજીવીસીએલના તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા માટે અને આ સિસ્ટમને અપનાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જામનગરમાં પણ કેન્દ્ર સરકારની ફટોપ યોજના સંદર્ભે ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝન હેઠળના વિસ્તારમાં વસવાટ કરતા વિજ ગ્રાહકોને વિશેષ અપીલ કરવામાં આવી છે કે હાલમાં સરકાર તરફથી સોલાર ફટોપ યોજના અંતર્ગત લાભ લેવા માટે મિનિસ્ટ્રી ઓફ ન્યુ એન્ડ રીન્યુવેબલ એનજીર્ તરફથી નેશનલ પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં દરેક વ્યક્તિ રજીસ્ટ્રેશન નોંધાવીને આ યોજના હેઠળની લાભકારી માહિતીઓ મેળવી શકે છે.
ઓનલાઇન પોર્ટલમાં રજીસ્ટ્રેશન નોંધાવવું ખૂબ જ સહેલું છે. ફક્ત વીજ જોડાણનો ગ્રાહક નંબર જાણ માં હોવો જરૂરી છે. જેમાં દરેક વીજગ્રાહક પોતાનો ગ્રાહક નંબર તથા ફોન નંબર ઓટીપી સાથે એન્ટ્રી કરીને રજીસ્ટ્રેશન કરી શકે છે અને સોલાર ફટોપ યોજના અંતર્ગત સરકાર તરફથી મળતી સબસીડી જે હાલમાં જ વધારવામાં આવેલી છે, તેનો લાભ મેળવી શકે છે અને સોલાર ફટોપ ઇન્સ્ટોલેશન થયા બાદ વીજળી ઉત્પન્ન કરીને વીજબિલની રકમમાં ઇન્સ્ટોલ કેપેસિટી મુજબ ધરખમ ઘટાડો કરી શકે છે.
સોલાર ફટોપના ફાયદા
(1) સોલાર રૂફટોપ સિસ્ટમ્સ ઘણા ફાયદા આપે છે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે. (2) નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત: સૌર ઊર્જા નવીનીકરણીય અને વિપુલ પ્રમાણમાં છે, જે અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડે છે અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરે છે. (3) એનજીર્ કોસ્ટ સેવિંગ્સ: તમારી પોતાની વીજળી ઉત્પન્ન કરીને, તમે તમારા વીજળીના બિલને ઘટાડી અથવા તો દૂર કરી શકો છો, લાંબા ગાળાની બચત પૂરી પાડી શકો છો. (4) ઓછી જાળવણી: સૌર પેનલ્સને ન્યૂનતમ જાળવણીની જરૂર પડે છે, સામાન્ય રીતે માત્ર પ્રસંગોપાત સફાઈ અને નિરીક્ષણ, જાળવણી ખર્ચ ઘટાડે છે. (5) પયર્વિરણીય લાભો: સૌર ઉર્જાનું ઉત્પાદન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરતું નથી, આબોહવા પરિવર્તન સામે લડવામાં અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરે છે. (6) પ્રોત્સાહનો અને ટેક્સ ક્રેડિટ્સ: સરકાર સૌર ઊર્જાને પ્રોત્સાહિત કરવા માટે સબસીડી પણ આપે છે, જે અપફ્રન્ટ ખર્ચમાં ઘટાડો કરે છે. (7) પ્રોપર્ટી વેલ્યુમાં વધારો: સોલાર રૂફટોપ સિસ્ટમવાળા ઘરો અથવા વ્યવસાયોમાં ઘણી વખત પ્રોપર્ટીની કિંમત વધારે હોય છે જે આગળ જતાં ફાયદારૂપ રહે છે. (8) માપનીયતા: સોલાર રૂફટોપ સિસ્ટમને રહેણાંક ઘરોથી લઈને મોટી વ્યાપારી ઇમારતો સુધી વિવિધ ઊર્જા જરૂરિયાતોને અનુરૂપ બનાવી શકાય છે. (9) સામુદાયિક લાભો: સૌર ઉર્જા વિદ્યુત ગ્રીડ પરનો લોડ ઘટાડે છે, ખાસ કરીને પીક ડિમાન્ડ સમયગાળા દરમિયાન, સમગ્ર સમુદાયને ફાયદો થાય છે. (10) આવા ઘણા અનેક ફાયદાઓ પ્રાપ્ત થઈ શકે છે, સોલાર રૂફટોપ માટેની વધારવામાં આવેલી સબસીડીનો લાભ લેવા તેમજ સોલાર અપનાવી દેશ અને પયર્વિરણ માટે હકારાત્મક યોગદાન આપવા માટે, આજે જ સોલાર નેશનલ પોર્ટલ પર નોંધણી કરવા સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનના નાયબ ઇજનેર અજય પરમાર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડાના સમયે ફટોપના રક્ષણ માટે ઉપાય આપો...
સોલાર ફટોપ સિસ્ટમ અપનાવવા માટે કેન્દ્ર સરકારની યોજના સમજાવવા માટે પીજીવીસીએલના સ્થાનિક તંત્ર દ્વારા ઝુંબેશ શ કરવામાં આવી છે, અપીલ કરાઇ છે અને સારી બાબત છે કે આ સિસ્ટમ અપનાવવાથી સોલાર આધારીત વિજ ઉત્પાદન એક રીતે વધી શકે છે, વિજળીના ઉત્પાદનની બચત થઇ શકે છે, સાથે-સાથે એક મહત્વનો સવાલ એ પણ છે કે લગભગ દર વર્ષે જામનગર સહિતના સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો રહેતો હોય છે, મોટાભાગે ટળી જાય છે પરંતુ તેની અસરના કારણે પણ 60, 70 કે તેથી વધુ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે, પાછલા વખતે પણ ભારે પવન ફુંકાવાના કારણે અનેક સોલાર પેનલની અનેક પ્લેટો હવામાં ફંગોળાઇને નીચે પડી ગઇ હતી, તેમાં પણ વાવાઝોડાની ચેતવણી હતી ત્યારે સોલાર પેનલો ઉતારી લેવા માટે લોકોને વાસ્તવિક ચાર્જ કરતા અનેકગણા વધુ ચાર્જ જે તે લોકોને ચુકવવા પડયા હતાં, જામનગર દરિયાકિનારાના કારણે વાવાઝોડાને લઇને આમ પણ સંવેદનશીલ છે અને અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી સોલાર સિસ્ટમને કોઇ ખાસ પ્રોટેકશન મળે એવી વ્યવસ્થા થવી જોઇએ, તેના માટેના ઉપાયો પણ કેન્દ્ર, રાજય સરકારો અથવા પીજીવીસીએલ તંત્રએ આપવા જોઇએ, આટલું જ નહીં આ માટેના ઉપલબ્ધ ઇન્સ્યોરન્સના વિકલ્પ પણ વધુ પ્રમાણમાં ખુલ્લા થવા જોઇએ, જેથી કરીને રોકાણ કરતા પહેલા લોકોના મનમાં જે ભય છે તે દુર થઇ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech