શાળામાં વિદ્યાર્થીઓ સફાઈ કરતા હોવાનો વિડિઓ વાયરલ

  • March 01, 2024 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરની સરકારી શાળાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. કોઈ જાગૃત નાગરિક દ્વારા વિડિઓ વાયરલ કરવામાં આવતા સરકારના સફાઈ ઝુંબેશ પર અનેક સવાલો ઉઠ્યા હતા. મહાનગર પાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૪૨-૪૩ નો વિડિઓ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શહેરના વિજય ટોકીઝ પાસે આવેલી નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર ૪૨-૪૩ શહીદ ભગતસિંહ શાળા ખાતે નાના વિદ્યાર્થીઓ સાવરણો લઇને વળતા હોવાનો વિડિઓ સામે આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વિડિઓ જાગૃત નાગરિકે ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરાયો એક તરફ સરકાર કહે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, બીજી તરફ વિદ્યાર્થીઓને અભ્યાસને બદલે સાવરણો લઇને સફાઈ કરાવવામાં આવે તો ક્યાંથી ભણશે ગુજરાત? આવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી હતી. જોકે આ વિડિઓ ક્યારનો છે, કેટલા સમય જૂનો છે, તે અંગેની પુષ્ટિ થવા પામી ન હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application